સુશાંતના મોતના રહસ્યનો જલદી થશે પર્દાફાશ, રિયા વિરુદ્ધ CBIનું '3-D મોડલ'
સીબીઆઈની પૂછપરછમાં રિયા કેટલાક સવાલનો સ્પષ્ટ જવાબ આપી શકી નથી. CBIને પણ લાગે છે કે રિયા કેટલીક મહત્વની જાણકારી છૂપાવી રહી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ રિયાને ગમે ત્યારે સમન પાઠવી શકે છે. સુશાંત કેસમાં અત્યાર સુધી જે પણ ખુલાસા થયા છે તેનાથી સંકેત મળે છે કે સુશાંતના મોત પાછળ 3Dનો હાથ હોઈ શકે છે.
Trending Photos
મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં શનિવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ફરીથી પૂછપરછ થવાની છે. આ માટે રિયા ચક્રવર્તી પોલીસ સુરક્ષામાં પોતાના ઘરેથી DRDO હાઉસ જવા માટે નીકળી છે. ગઈ કાલે 10 કલાક સુધી સીબીઆઈએ રિયાની પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થ પિઠાની અને બંને કૂક પણ ત્યાં હાજર છે. સુશાંત કેસમાં મહત્વની કડી સમાન આ લોકોની આમને સામને બેસાડીને પૂછપરછ કરાશે. સૂત્રોના જણાવ્યાં મુજબ સીબીઆઈની પૂછપરછમાં રિયા કેટલાક સવાલનો સ્પષ્ટ જવાબ આપી શકી નથી. CBIને પણ લાગે છે કે રિયા કેટલીક મહત્વની જાણકારી છૂપાવી રહી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ રિયાને ગમે ત્યારે સમન પાઠવી શકે છે. સુશાંત કેસમાં અત્યાર સુધી જે પણ ખુલાસા થયા છે તેનાથી સંકેત મળે છે કે સુશાંતના મોત પાછળ 3Dનો હાથ હોઈ શકે છે. આ 3D એટલે ડ્રગ્સ, ડિપ્રેશન અને દગો.
અત્રે જણાવવાનું કે સીબીઆઈના પત્ર બાદ મુંબઈ પોલીસની એક ટીમ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી. મુંબઇ પોલીસ રિયા ચક્રવર્તીને ઘરથી લઈને DRDO ગેસ્ટ હાઉસ સુધી સુરક્ષા આપશે. સીબીઆઈએ મુંબઇ પોલીસને લેટર લખીને અભિનેત્રી રિયા ચક્રવર્તીને સુરક્ષા આપવા માટે કહ્યું. સીબીઆઈએ મુંબઇ પોલીસને કહ્યું કે રિયા ચક્રવર્તીએ જ્યારે પણ એજન્સી સામે હાજર થવાનું રહેશે ત્યારે તેને ઘરેથી DRDO સુધી પોલીસ સુરક્ષા આપવામાં આવે.
સિદ્ધાર્થ પિઠાનીએ જણાવી સીબીઆઈને 8 જૂનની સંપૂર્ણ કહાની
આ બધા વચ્ચે સીબીઆઈ સામે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. 8 જૂનની આખી કહાની સિદ્ધાર્થે સીબીઆઈને જણાવી. તેણે જણાવ્યું કે 8 જૂનની સવાલે 11.30 વાગે રિયા પોતાની બેગ લઈને ઘરેથી જવા લાગી હતી. રિયાએ મને સુશાંતનું ધ્યાન રાખવાનું કહ્યું. તે સમયે સુશાંતે રિયાને ગળે મળીને હાથ મિલાવીને બાય કર્યું. થોડીવાર બાદ સુશાંતની બહેન મિતૂ ઘરે પહોંચી. મીતૂ દીદી સુશાંતને ભોજન કરવાનો આગ્રહ કરી રહી હતી. પરંતુ સુશાંતે વધુ ન ખાધુ. તેઓ સુશાંતને અમારી સાથે મિક્સ થવા માટે પ્રયત્નો કરી રહ્યાં હતાં. પરંતુ સુશાંતે કોઈ રૂચિ ન બતાવી. મીતૂ દીદી જ્યારે ઘરે હતાં ત્યારે સુશાંત વારંવાર જૂની વાતો યાદ કરીને રડતો હતો.
દિશાના મોતના સમાચારથી પરેશાન થયો હતો સુશાંત
દિશાના મોતના સમાચાર સાંભળીને જ સુશાંત પરેશાન થઈ ગયો હતો. પિઠાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે સુશાંતને દિશાના મોતના સમાચાર મળ્યા હતાં. આ સાંભળતા જ તે બેચેન થઈ ગયો હતો. ત્યારબાદ સુશાંત કોર્નરસ્ટોન નામની કંપનીના મેનેજર ઉદય સાથે સતત વાત કરતો હતો. શ્રુતિ મોદીને પગમાં ઈજા થવાથી આ કંપનીએ દિશાને થોડા દિવસ માટે સુશાંતની સેલિબ્રિટી મેનેજરનું કામ સંભાળવાનું કહ્યું હતું. 9 જૂનના રોજ દિશાની આત્મહત્યાના ખબર દરેક જગ્યાએ જોવા મળતા તે ખુબ તણાવમાં આવી ગયો હતો. આ ટેન્શનના કારણે સુશાંતે તે દિવસે મને તેની સાથે બેડરૂમમાં સૂઈ જવાનું કહ્યું અને દિશાના મોતની પળેપળની અપડેટ આપવાનું કહ્યું. હું સુશાંતને જાણકારી આપતો રહ્યો. 12 જૂનના રોજ મીતૂને તેમની પુત્રીની યાદ આવી અને તેઓ પાછા ગોરેગાવ ખાતે ઘરે જતા રહ્યાં. 13 જૂનના રોજ બિલ ભરવામાં મે સુશાંતની મદદ કરી. તે દિવસે સુશાંત ખાધા પીધા વગર સૂઈ ગયો.
ડ્રગ્સનો એંગલ
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હવે જ્યારે ડ્રગ્સનો એંગલ સામે આવ્યો છે તો આ મામલે જોડાયેલા લોકો પર શક ઊંડો થતો જાય છે. ડ્રગ્સનો વળાંક આ કેસમાં અલગ જ રંગ દેખાડી રહ્યો છે. ડ્રગ્સને લઈને રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટથી નવો ખુલાસો થયો છે. જેમાં રિયા અને બીજા લોકો ડૂબી (Doobie) નામના નશીલા પદાર્થને લઈને વાત કરી રહ્યાં છે. ચેટમાં નશીલા પદાર્થ 'બ્લ્યુબેરી કુશ'નો પણ ઉલ્લેખ છે.
ડ્રગ્સ પર રિયાને કરવામાં આવેલા સવાલ
1. શું તમે ડ્રગ્સ લો છો?
2. તમે ક્યારેય ડ્રગ્સ લીધુ છે?
3. શું તમે સુશાંતને ડ્રગ્સ આપતા હતાં?
4. વોટ્સએપ ચેટમાં ડ્રગ્સની વાત શું સત્ય છે?
5. કઈ કઈ દવાઓ સુશાંતને અપાતી હતી?
6. તમને CBD ડ્રગ કેવી રીતે અને કોની પાસેથી મળ્યું?
7. શું તમે જાણો છો કે CBD એક પ્રતિબંધિત ડ્રગ છે?
8. તમે સુશાંતને CBDવાળી કોફી કેટલા સમય સુધી આપી?
9. શું તમને CBDની સાઈડ ઈફેક્ટ્સ અંગે ખબર હતી?
10. તમે શોવિકના કોઈ મિત્ર પાસેથી ડ્રગ ખરીદવાની વાત કરી હતી?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે