22 વર્ષ બાદ લોકોએ ફરી જોયું તે ભયાનક મંજર! આખરે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમાં શું બન્યું હતું?

The Sabarmati Report Movie: હાલમાં મોટા પડદા પર રિલીઝ થયેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં 2002ની ગોધરાકાંડની ઘટનાને બતાવામાં આવી છે. 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા રેલ્વે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસની S6 બોગીમાં આગ લાગી હતી. ગોધરા ટ્રેન અગ્નિકાંડમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 હિંદુ તીર્થયાત્રીઓ અને કાર સેવકો માર્યા ગયા હતા.
 

22 વર્ષ બાદ લોકોએ ફરી જોયું તે ભયાનક મંજર! આખરે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમાં શું બન્યું હતું?

The Sabarmati Report Movie: ગયા શુક્રવારે એક એવી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને જોવા માટે ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે – ધ સાબરમતી રિપોર્ટ. વિક્રાંત મેસીની કેન્દ્રીય ભૂમિકાવાળી આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના ગોધરાકાંડ પર આધારિત છે. તે દિવસે ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસની બોગી નંબર S6માં આગ લગાડવામાં આવી હતી. જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 હિંદુ કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં 27 મહિલાઓ અને 10 બાળકો પણ સામેલ છે. તે પછી સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો સ્વતંત્ર ભારતના સૌથી ભયાનક રમખાણોમાંના એક હતા. તે સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. હવે 'ધ સાબરમતી રિપોર્ટ' દ્વારા ગોધરાની ઘટનાનું ભયાનક દ્રશ્ય મોટા પડદા પર બતાવવામાં આવ્યું છે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓ અને ભાજપના નેતાઓએ 'ધ સાબરમતી રિપોર્ટ'નું સમર્થન કર્યું છે. ગોધરાકાંડડની આખી કહાની અહીં વાંચો...

A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y

— Narendra Modi (@narendramodi) November 17, 2024

2002 ગોધરા ટ્રેન અગ્નિકાંડની પુરી કહાની
27 ફેબ્રુઆરી 2002ની સવારે લગભગ પોણા આઠ વાગે.. મુજ્જફરનગરથી નીકળેલી સાબરમતી એક્સપ્રેસ હવે ગોધરા સ્ટેશને પહોંચવાની હતી. ટ્રેન લગભગ ચાર કલાક મોડી ચાલી રહી હતી. અમદાવાદ જઈ રહેલી ટ્રેનમાં ઓછામાં ઓછા 2,000 કારસેવકો અયોધ્યાથી સવાર થઈને આવી રહ્યા હતા. આ તમામ વિશ્વ હિન્દુ પરિષદે બોલાવેલી પૂર્ણાહૂતિ મહાયજ્ઞમાં ભાગ લેવા અયોધ્યા ગયા હતા. આ મહાયજ્ઞ રામ મંદિર આંદોલનનો એક ભાગ હતો.

સાબરમતી એક્સપ્રેસ અત્યારે ગોધરા સ્ટેશન પર પહોંચી એવામાં સેંકડોની સંખ્યામાં ભીડે હુમલો કર્યો હતો. S6 કોચમાં બહારથી આગ લગાડવામાં આવી હતી. કોચમાં સવાર 59 યાત્રીઓ બળીને ખાક થઈ ગયા હતા. તેમાં 27 મહિલાઓ અને 10 બાળકો હતા. ટ્રેનમાં સવાર 48 અન્ય યાત્રીઓ પણ ઘાયલ થયા હતા.

ગોધરામાં ટ્રેન સળગાવવાની ભયાનક ઘટનાને પગલે રાજ્યભરમાં હિંસક રમખાણો ફાટી નીકળ્યા હતા. થોડા જ કલાકોમાં આખું ગુજરાત આગની લપેટમાં આવી ગયું. કેન્દ્ર સરકારે 2005માં રાજ્યસભામાં જણાવ્યું હતું કે રમખાણોમાં 254 હિંદુઓ અને 790 મુસ્લિમોએ જીવ ગુમાવ્યા હતા. કુલ 223 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. હજારો લોકો બેઘર પણ બન્યા.

ગોધરા ઘટના: તપાસમાં શું બહાર આવ્યું?
નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બન્યાને એક વર્ષ પણ થયું નહોતું. તત્કાલીન મોદી સરકારે તપાસ પંચની રચના કરી હતી. તે કમિશનમાં જસ્ટિસ જીટી નાણાવટી અને જસ્ટિસ કેજી શાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું કે માર્યા ગયેલા 59 લોકોમાંથી મોટાભાગના કાર સેવક હતા. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે જસ્ટિસ યુસી બેનર્જીના નેતૃત્વમાં એક અલગ તપાસ પંચની રચના કરી હતી. આ કમિશને માર્ચ 2006માં રજૂ કરેલા તેના અહેવાલમાં આ ઘટનાને અકસ્માત ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ અહેવાલને ગેરબંધારણીય અને અમાન્ય ગણાવીને ફગાવી દીધો હતો. પછી સુપ્રીમ કોર્ટે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. પંચ તેની તપાસ પૂર્ણ કરે તે પહેલા જસ્ટિસ કેજી શાહનું માર્ચ 2008માં અવસાન થયું હતું. જસ્ટિસ અક્ષય એચ મહેતાએ તેમની જગ્યા લીધી. જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતાએ એ જ વર્ષે નાણાવટી-શાહ કમિશનનો અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ટ્રેનમાં આગ લગાડવાની ઘટનાને ષડયંત્ર ગણાવવામાં આવી હતી.

કોર્ટમાં શું નિર્ણય આવ્યો?
ગોધરાકાંડ અને તે પછીના રમખાણોએ ભારતીય રાજકારણને હંમેશ માટે બદલી નાખ્યું. આ કેસમાં કોર્ટની કાર્યવાહી ઘટનાના આઠ વર્ષ બાદ જૂન 2009માં શરૂ થઈ હતી. વિશેષ SIT કોર્ટે 1 માર્ચ, 2011ના રોજ 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 11ને મૃત્યુદંડ અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં 63 લોકોને નિર્દોષ પણ જાહેર કર્યા છે. SIT કોર્ટે આરોપો સાથે સંમત થયા કે આ કોઈ બિનઆયોજિત ટોળા દ્વારા કરવામાં આવેલી ઘટના નથી, પરંતુ એક ષડયંત્ર કરવામાં આવ્યું હતું. 31 દોષિતોને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો હેઠળ ગુનાહિત કાવતરું, હત્યા અને હત્યાના પ્રયાસ સાથે સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારે બાદમાં આરોપીઓને નિર્દોષ છોડવા પર સવાલો ઉઠાવ્યા હતા. જેઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં કુલ 31 દોષિતોને દોષિત ઠેરવ્યા હતા અને 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ગુજરાત સરકારે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા સામે અપીલ કરી છે, જેમાં ઘણા દોષિતોએ આ કેસમાં તેમની સજાને યથાવત રાખવાના હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news