Shani Gochar 2025: ચૈત્ર નવરાત્રિ પર શનિ સોનાના પાયે ચાલીને આ 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ! ચારેબાજુથી સફળતા મળશે, દુશ્મનો હારશે

વૈદિક પંચાંગ મુજબ શનિદેવ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને અઢી વર્ષ સુધી આ રાશિમાં રહેશે. આવામાં શનિના સોનાના પાયે ચાલવાથી આ રાશિવાળાને ખુબ લાભ થઈ શકે છે. જ્યારે જન્મકુંડળીમાં ચંદ્રમા પહેલા, છઠ્ઠા કે અગિયારમાં ભાવમાં હોય તો તેનો સોનાનો પાયો ગણવામાં આવે છે. 
 

1/5
image

કર્મફળ દાતા શનિ ખુબ પ્રભાવશાળી ગ્રહ ગણાય છે. તેની સ્થિતિમાં જરા અમથો ફેરફાર આ રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે પ્રભાવ જરૂર નાખે છે. અત્રે જણાવવાનું કે શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. 29 માર્ચના રોજ શનિ રાશિ પરિવર્તન કરીને ગુરુની રાશિ એટલે કે મીનમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સોના, ચાંદી, તાંબા અને લોઢાના પાયે પણ ચાલે છે. જેની અસર રાશિઓ પર પડે છે. 12 રાશિઓમાથી 3-3 રાશિઓમાં આ પાયા મુજબ પ્રવેશ કરે છે. આવામાં જ્યારે 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે 3 રાશિઓમાં સોનાના પાયે પ્રવેશ કરશે. જે રાશિઓમાં સોનાના પાયે પ્રવેશ કરશે તેનું ભાગ્ય ફરી જશે. લક્ષ્મી માતાની સંપૂર્ણ કૃપા મેળવશે. જાણો શનિ સોનાના પાયે કઈ રાશિઓમાં પ્રવેશ કરશે અને લાભ કરાવશે. 

તુલા રાશિ

2/5
image

તુલા રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. આવામાં આ રાશિના જાતકોની ઉપર શનિની વિશેષ કૃપા થઈ શકે છે. ગુરુની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. ધનની કમી નહીં રહે. આ સાથે માન સન્માન વધશે. તમને અનેક ઉપલબ્ધિઓ મળી શકે છે. જીવનમાં સંતુષ્ટ થઈ શકો છો. નોકરીમાં તમારા દ્વારા થઈ રહેલી મહેનતમાં હવે સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે. તમને મોટી જવાબદારી મળી શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. પરંતુ થોડો સંઘર્ષ કરવો પડી શકે. આથી વર્ષ 2027 સુધી પોતાને માનસિક અને શારિરિક રીતે તૈયાર રાખજો. પરિવારમાં થોડી પરેશાનીઓ થઈ શકે છે. શત્રુઓ ઊભા  થશે, પરંતુ તમારી સામે ટકી શકશે નહીં. 

વૃષભ રાશિ

3/5
image

આ રાશિમાં શનિ એકાદશ ભાવમાં બિરાજમાન રહેશે. આ રાશિમાં શનિ સોનાના પાયે ચાલશે. આવામાં આ રાશિવાળાના જીવનમાં અનેક સમસ્યાઓ રહી શકે પરંતુ આ સાથે તમે સચેત અને સાવધાન રહેશો તો ધનલાભ થઈ શકે છે. શત્રુઓની સાથે પરેશાનીઓ રહેશે પરંતુ તમે દરેક પડકાર પાર કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહે તે માટે સારી લાઈફ સ્ટાઈલ રાખજો. આ રાશિના જાતકોને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. અચાનક ધનલાભના પણ યોગ છે. તમારા દ્વારા થયેલી ભૂલોને સુધારવાની કોશિશ કરો. તેનાથી તમને પણ સંતોષ થશે. ગણેશજીની ઉપાસના કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેમને લાડુનો ભોગ ધરાવો. 

મીન રાશિ

4/5
image

મીન રાશિના લગ્ન ભાવમાં શનિ બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોને અન્ય રાશિઓથી વધુ પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધી શકે છે. ધન, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. તમારે પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે. તમને માનસિક, શારીરિક શાંતિ મળી શકે છે. અનેક પડકારોનો સામનો કરતા આગળ વધશો. તણાવથી મુક્તિ મેળવવા માટે હનુમાનજી અને દુર્ગાજીની કામના કરો. શત્રુઓનો વિનાશ કરો. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.