રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...

Sourav Ganguly : ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રિષભ પંતની અવગણના પર મોટું નિવેદન આપ્યું છે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ ICC ટૂર્નામેન્ટ માટે KL રાહુલને પ્રથમ પસંદગીનો વિકેટકીપર બેટ્સમેન બનાવ્યો છે, જેના કારણે રિષભ પંતને બહાર બેસવું પડ્યું છે.
 

રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...

Sourav Ganguly : ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રિષભ પંતની અવગણના પર મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઋષભ પંત કરતા કેએલ રાહુલને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ ICC ટૂર્નામેન્ટ માટે KL રાહુલને પ્રથમ પસંદગીનો વિકેટકીપર બેટ્સમેન બનાવ્યો છે, જેના કારણે રિષભ પંતને બહાર બેસવું પડ્યું છે.

કોચ ગંભીર સતત પંત કરતાં રાહુલને પ્રાધાન્ય આપી રહ્યા છે

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારત ખૂબ જ મજબૂત ટીમ છે, ખાસ કરીને બેટિંગમાં. રિષભ પંત ઘણો સારો ખેલાડી છે, પરંતુ કેએલ રાહુલનો વનડેમાં શાનદાર રેકોર્ડ છે. એટલા માટે મને લાગે છે કે ગૌતમ ગંભીર કેએલ રાહુલને સપોર્ટ કરી રહ્યો છે. આ બેમાંથી એકને પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે, કારણ કે બંને શાનદાર ખેલાડી છે.

ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી

ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિરાટ કોહલી લેગ સ્પિન રમવાની નબળાઈને દૂર કરવામાં સફળ રહેશે અને ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાવતા સૌરવ ગાંગુલીએ કહ્યું, ભારત પાસે એવા બેટ્સમેન છે જે છઠ્ઠા નંબર સુધી સદી ફટકારી શકે છે અને મેચ જીતી શકે છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું, 'જો અક્ષર પટેલ નંબર પાંચ પર બેટિંગ કરવા આવે છે તો તે ભારતીય બેટિંગની ઊંડાઈ દર્શાવે છે. ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી, કારણ કે અમારી પાસે તેના માટે યોગ્ય સિસ્ટમ છે.

અભિષેક શર્મા વનડે ડેબ્યૂ કરશે

સૌરવ ગાંગુલીએ કહ્યું, ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં અભિષેક શર્માએ જે રીતે બેટિંગ કરી તે ડાબોડી બેટ્સમેન માટે અવિશ્વસનીય હતી. તે ODI ક્રિકેટ ન રમી શકે તેનું કોઈ કારણ જણાતું નથી. અભિષેક શર્મા જેવો બેટ્સમેન દુનિયાની કોઈપણ ટીમમાં જગ્યા બનાવી શકે છે.

ભારત પાકિસ્તાન સામે જીતશે

સૌરવ ગાંગુલીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત ICC સ્પર્ધાઓમાં પાકિસ્તાન સામે પોતાનો ઉત્તમ રેકોર્ડ જાળવી રાખશે. આ બંને ટીમો વચ્ચે રવિવારે દુબઈમાં મેચ રમાશે. તેમણે કહ્યું, ભારત મર્યાદિત ઓવરોની ખૂબ જ મજબૂત ટીમ છે. પાકિસ્તાન સામે તેનો રેકોર્ડ દર્શાવે છે કે ભારત લાંબા સમયથી તેના પર પ્રભુત્વ ધરાવે છે. ભારત માત્ર પાકિસ્તાન સામે જીતવા માટે પ્રબળ દાવેદાર નથી, પરંતુ તે ટૂર્નામેન્ટ જીતવા માટે પણ પ્રબળ દાવેદાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news