Rajyog: 100 વર્ષ પછી મહાશિવરાત્રી પર એકસાથે સર્જાશે શશ અને માલવ્ય રાજયોગ, જાણો કઈ-કઈ રાશિઓ માટે શુભ છે આ દુર્લભ ઘટના
Malavya and Shash Rajyog: આ વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર એક સાથે બે રાજયોગ બની રહ્યા છે. આ દુર્લભ રાજયોગ 3 રાશિઓના લોકો માટે અત્યંત શુભ સાબિત થવાના છે. તો જાણો આ રાશિઓ કઈ કઈ છે અને તેમને કેવા લાભ થશે ?
Trending Photos
Malavya and Shash Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમયે સમયે ગ્રહ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. કેટલીક વખત ગ્રહોના ગોચરના કારણે વિશેષ રાજયોગ બનતા હોય છે. તેનો પ્રભાવ લોકોના જીવનની સાથે દેશ દુનિયા પર પણ જોવા મળે છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રી પર શશ અને માલવ્ય રાજ્યોગ બની રહ્યો છે. માલવ્ય રાજ્યોગ શુક્ર ગ્રહના ઉચ્ચ રાશિમાં ગોચર કરવાથી બની રહ્યો છે અને શશ રાજયોગ શનિ બનાવી રહ્યા છે. મહાશિવરાત્રીનો પર્વ અને આ બે શુભ રાજયોગ કેટલીક રાશિના લોકોનું ભાગ્ય પલટી નાખશે. આ રાશિઓની સમૃદ્ધિ અને ખુશીઓ વધશે. આ રાશીઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
મિથુન રાશિ
શશ અને માલવ્ય રાજયોગ બનવાથી મિથુન રાશિના લોકોને કરિયર અને વેપારમાં સફળતા મળશે. કારણ કે શનિદેવ આ રાશિના નવમા ભાવમાં અને શુક્ર આ રાશિના કરિયર સ્થાનમાં ગોચર કરશે. જેના કારણે આ સમયે કામ અને વેપારમાં પ્રગતિ થશે. મીડિયા, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. આ સમયે ભાગ્ય સાથ આપશે. દેશ-વિદેશમાં યાત્રા પણ થઈ શકે છે. કોઈ ધાર્મિક કાર્યમાં પણ ભાગ લેવાનું થઈ શકે છે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ શશ અને માલવ્ય રાજ્યોગ અનુકૂળ સિદ્ધ થશે. શનિ આ રાશિના ધન ભાવમાં ગોચર કરે છે તો શુક્ર ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. જેના કારણે આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. આ સમયે વેપારમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાણના નવા પ્લાનથી લાભ થશે. અટકેલું ધન મળવાની સંભાવના. આ સમય દરમિયાન લાભ થશે.
કુંભ રાશિ
શશ અને માલવ્ય રાજયોગ બનવાથી કુંભ રાશિના લોકો માટે પણ સારા દિવસોની શરૂઆત થશે. શનિ આ રાશિના લગ્ન સ્થાનમાં શશ યોગ બનાવશે તો શુક્ર બીજા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન વ્યક્તિત્વમાં નિખાર જોવા મળશે. આત્મવિશ્વાસ વધશે. અટકેલા કામ પૂરા થશે. ધન વૃદ્ધિના પણ યોગ છે. વેપારમાં આવેલી સમસ્યા દૂર થશે. નોકરી અને વેપારમાં પ્રગતિની તકો પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન ઈચ્છાપૂર્તિ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે