આ દિવસોમાં ગુજરાતનું હવામાન બગડવાનું છે, તારીખો નોંધી લેજો

Weather Alert : દેશના વાતાવરણમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થયું છે. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વાદળો મંડરાયા છે. અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે. તેના બાદથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. 
 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

1/4
image

દેશના અનેક ભાગોમાં મૌસમનો મિજાજ બદલાશે એવો હવામાન ખાતા દ્વારા વરતારો મળી રહ્યો છે. દેશમાં રવિ સિઝનના ખેતીના પાક તેના અંતિમ તબક્કામાં છે અથવા તો ફલાવરિંગ સ્ટેજ વટાવી ગયા છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને બરફ પડવાની શકયતા ઉભી થઇ છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, નોએડા અને મુંબઇમાં વરસાદ થવાની શકયતા જણાય છે. એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી પહાડી વિસ્તારોમાં વરસાદની સાથે બરફ પડવાની પણ સંભાવના છે.  

મોટો પલટો આવશે 

2/4
image

હવામાન ખાતા મુજબ રાજધાની દિલ્હી અને આસપાસના શહેરોમાં ફરી એક વાર હવામાનમાં પલટો આવશે. વાદળો છવાયેલા રહેવાથી દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજયોમાં વરસાદ પડી શકે છે. આઇએમડીના જણાવ્યા અનુસાર દિલ્હી, રાજસ્થાન સહિત કેટલાક રાજયોમાં હવામાન પલટાની અસર જોવા મળશે.

ક્યાં ક્યાં છે આગાહી

3/4
image

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લડાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફફરાબાદ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલમાં દિવસના તાપમાનમાં ૧-૩ સેલ્સિયસ તમિલનાડુ, પોડિચેરી અને કરાઇકલના કેટલાક સ્થાનોએ તાપમાનમાં ઘટાડો થયો હતો. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફ પડવાની શકયતા છે. ૨૦ ફેબ્રુઆરીએ કુફરી, નારકડા, મનાલી, સોલંગવલી, ડેલહાઉસી, સિરસૂ અને આસપાસના વિસ્તારોમાં મોટા ભાગના પર્યટન સ્થળો પર વરસાદ અને હળવા હિમપાતનું અનુમાન છે.

વરસાદની આગાહી 

4/4
image

હવામાન ખાતાએ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળોએ બરફ પડવાની શકયતા દર્શાવતા યલો એલર્ટ બહાર પાડયું છે. ૫^મી વિક્ષોભની અસરથી પહાડો પર બરફ અને મેદાની વિસ્તારોમાં કયાંક વરસાદ પડી શકે છે. ૫^મિ રાજસ્થાન અને ઉત્તર પૂર્વ આસામમાં ચેક ચક્રવાતીય પરિસંચરણનો પ્રભાવ જોવા મળે છે.