લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો રાતોરાત ફરાર થયા
Rajkot Mass Wedding : રાજકોટમાં સમુહ લગ્નનું આયોજન કરીને આયોજકો ભાગી ગયા, વર-વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા... આજે 28 યુગલોના લગ્ન લેવાના હતા... લગ્ન દિવસે લગ્ન થતા કન્યાઓ રડી પડી
Trending Photos
Rajkot News : રાજકોટમાં એક સમુહ લગ્નમાં જોવા જેવી ઘટના બની છે. રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા. માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. પરંતું સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતાં લગ્ન અટકી પડ્યા હતા. અનેક વરરાજા, વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ઋષિવંશી ગ્રુપે માધાપરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આજે 28 યુગલોના લગ્ન હતા. લગ્ન મંડપ તૈયાર થઈ ગયો હતો. પરંતું જ્યારે જાનૈયાઓ અને વર-વધુ જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે, અહી કોઈ જ વ્યવસ્થા ન હતા. તેઓએ જાણવા માટે આયોજકોનો સંપર્ક કર્યો તો માલૂમ પડ્યું કે, આયોજકો પણ ગાયબ થઈ ગયા હતા. આમ, આયોજનના અભાવે 28 યુગલોના લગ્ન અટકી પડ્યાં છે. લગ્નના દિવસે જ લગ્ન અટકી પડતા કન્યાઓ રડવા લાગી હતી. તો પરિવારજનોના ચહેરા પર હતાશા જોવા મળી હતી.
જાન લીલા તોરણે પાછી વળી
જાનૈયાઓ આજે લગ્ન સ્થળે આવ્યા ત્યારે ત્યાં કોઈ જ ન હતું, બધા એકબીજાના મોઢા જોઈ રહ્યા હતા. આયોજકોને શોધી રહ્યા હતા, પંરતુ તેમનો કોઈ અત્તોપત્તો ન હતો. લગ્નની કોઈ વ્યવસ્થા ન હોવાથી હવે 28 યુગલોના લગ્ન કેવી રીતે થશે તે ચિંતા પરિવારજનોને સતાવી રહી છે. લગ્નની બધી તૈયારીઓ કરી લીધા બાદ લગ્ન થયા ન હતા. આ બાદ મોટી સંખ્યામાં જાનૈયાઓએ રોષ ઠાલવ્યો હતો.
યુગલ પાસેથી 40 હજાર ઉઘરાવ્યા હતા
આ સમુહ લગ્ન માટે આયોજકોએ 40 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા. આયોજકોમાં ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી અને દિલીપ ગોહેલનું નામ સામે આવ્યું છે. જેઓ હાલ ગાયબ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે