Shani Rahu Yuti: 29 માર્ચ પછી આ 5 રાશિના જીવનનો શાનદાર સમય શરૂ થશે, શનિ અને રાહુની યુતિ બંપર લાભ કરાવશે


Shani Rahu Yuti In Meen Rashi: શનિ અને રાહુ એવા ગ્રહ છે જેને ક્રૂર માનવામાં આવે છે પરંતુ આ ગ્રહ જ્યારે કોઈને શુભ ફળ આપે છે તો રાતોરાત માલામાલ કરી દે છે. માર્ચ મહિનામાં 5 રાશિઓને પણ રાહુ અને શનિ આ રીતે લાભ કરાવશે.

Shani Rahu Yuti: 29 માર્ચ પછી આ 5 રાશિના જીવનનો શાનદાર સમય શરૂ થશે, શનિ અને રાહુની યુતિ બંપર લાભ કરાવશે

Shani Rahu Yuti In Meen Rashi: જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ ફળના દાતા માનવામાં આવ્યા છે. જ્યારે પણ શનિ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિને થાય છે. શનિ કર્મ, શાસન સંઘર્ષ અને ધીરજનો કારક ગ્રહ છે. જ્યારે રાહુ મહત્વકાંક્ષા, છલકપટ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. જ્યારે શનિ અને રાહુની યુતિ બને છે તો તે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી પણ શકે છે. 

આગામી 29 માર્ચે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં પહેલાથી જ રાહુ ગોચર કરે છે તેથી આ રાશિમાં શનિ અને રાહુની યુતિ બનશે. શનિ અને રાહુની યુતિ પાંચ રાશિના લોકોને બમ્પર લાભ કરાવનાર સાબિત થશે 29 માર્ચ પછી આ 5 રાશિના લોકોના જીવનનો શાનદાર સમય શરૂ થશે. 

શનિ અને રાહુની યુતિ પાંચ રાશિઓને કરાવશે લાભ 

વૃષભ રાશિ - વૃષભ રાશિના 11 માં ભાવમાં આ યુતિ બનશે જેના કારણે નવી જોબ કે જોબમાં પ્રમોશન મળવાના યોગ સર્જાશે. વેપારમાં નવી ડીલ કે મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે. રાજનીતિ, સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોનું નામ વધશે. 

કર્ક રાશિ - આ યુતી કર્ક રાશિના નવમા ભાવમાં બનશે. જેના કારણે કરિયરમાં સ્થિરતા આવશે. સાથે જ નવી તકો અને અપ્રત્યાસિત લાભ રાહુ કરાવી શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પોઝિટિવ રીઝલ્ટ મળશે. 

વૃશ્ચિક રાશિ - આ યુતિ વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં બની રહી છે. આ ભાવ સંતાન, બુદ્ધિ અને રોકાણ સંબંધિત હોય છે. જેના કારણે આ રાશિના લોકોને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યમાં સફળતા મળવાના પૂર્ણ ચાન્સ રહેશે. રોકાણથી આર્થિક લાભ મળવાની સંભાવના. 

મકર રાશિ - મકર રાશિના ત્રીજા ભાવમાં આ યુતિ બનશે. આ યુતિ બનવાથી કોમ્યુનિકેશન અને નેટવર્કિંગ સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. મીડિયા, માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને અચાનક સફળતા મળવાના યોગ બની રહ્યા છે. 

મીન રાશિ - આ યુતિ મીન રાશિમાં જ બની રહી છે તેથી આ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે. વિદેશ યાત્રા કે શોધ કાર્યોમાં સફળતા મળી શકે છે. જો કાઈ નવું શીખવા માંગો છો તો આ સમય અનુકૂળ રહેશે. ચારે તરફથી લાભ જ લાભ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news