બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું તેની માહિતી શિક્ષણ બોર્ડે આપી છે. 

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના

ગાંધીનગરઃ 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈ ભૂલ ન કરે તે માટે શિક્ષણ બોર્ડે મહત્વની જાણકારી આપી છે. બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીએ આ સૂચના ખાસ જાણવી જોઈએ.

શિક્ષણ બોર્ડે આપી સૂચના
પરીક્ષાર્થીએ જવાબ લખવાનું શરૂ કરતાં પહેલાં નીચેની અગત્યની સૂચનાઓ અવશ્ય વાંચી હોવી, આ શૂચનાઓની લંબ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમી તથા શિક્ષાકીષ્ટક મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

1. પરીક્ષાર્થીની ફી રસીદ/પ્રવેશપત્ર પરનો બેઠક નંબર તથા બારકોડ સ્ટિકર પરનો બેઠક નંબર એક જ છે તે ચકાસી તથા બારકોડ સ્ટિકર પરનો વિષયકોડ બરાબર છે તેની ખાતરી કરી મુખપૃષ્ઠ ઉપર બતાવેલ બારકોડ સ્ટિકર ચીંટાડવાના ખાનામાં બારકોડ સ્ટિકર ચૌટાડવું બારકોડ રિટકર સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં કરવા નહીં.

2. પરીક્ષાર્થીએ ફી રસીદ/પ્રવેશપત્ર અનુસાર પીતાનો બેઠક નંબર ફક્ત નિયત જગ્યા સામે જ છેકછાક કર્યા સિવાય અંગ્રેજી અકારોમાં અંક અને શબ્દો બન્નેમાં લખવો. દાખલા તરીકે જો વિદ્યાર્થીનો નંબર 6-2460128 હોય તો બેઠક નંબરના ખાનામાં વિદ્યાર્થીએ નીચે મુજબ અંક અને શબ્દોમાં લખવું જોઈએ.

બેઠક નંબરઃ C 2459128
બેઠક નંબર શબ્દોમાંઃ C- TWO FOUR FIVE NINE ONE TWO EIGHT

— Zee 24 Kalak (@Zee24Kalak) February 21, 2025

આ પ્રમાણે દક વિદ્યાર્થીએ પીતાની બેઠક નંબર અંક અને શબ્દમાં લખવો.

3. પરીક્ષાથી જવાબવહી/પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થઈ શકે તેવા નંબર છે નિશાન (દેવી/દેલતાઓનાં નામ કે કોઈ પણ ધાર્મિક ચિન્હી સહિત) કે લખાણ કરવું નહીં.

4. પરીક્ષાર્થીએ વર્ગખંડમાં હાજર/ગેરહાજર રિપોર્ટ પત્રક 01માં ખાના નં. 1 છાપેલ પોતાના બેઠક નંબર સામે ખાના નં. 2. માં છાપેલ જવાબવહી નંબરની ચકાસણી, બારકોડ સ્ટિકર પરના બેઠક નંબર તથા જવાબવહી નંબર સાથે ચેક કર્યા પછી હસ્તાક્ષર કરવા.

5. પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિમિટ અગાઉ મુખ્ય જવાબવહી તથા પુરવણી ઉપર ખાખી સ્ટિકર નિયત જગ્યાએ ચોંટાડવું.

6. જવાબવહી કે પુરવણીના કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી/ભૂરા રંગની શાહી/બોલપેન સિવાય અન્ય કોઈ રંગની બીલચેન/શાહીની ઉપથીગ કરવી નહીં. જવાબના મથાળા/પેઠા મથાળાની નીચે લીટી દોરવા  અન્ય કોઈ પણ રંગની શાહીનો ઉપયોગ કરવી નહી.

7. પ્રત્યેક શાળાની બંને બાજુએ લખવું. વિભાગવાર પ્રશ્નોના ઉત્તરો લખવા, વિભાગ બદલાય મિરો ઉત્તરી નવા ધાના પાથી ઘફ કરવા, વિભાનવાર પ્રત્રીના પ્રમક્રમાંક જે તે હાંસિયામાં લખવા, વિભાગ બદલાય પછી પ્રશ્નક્રમીક સળંગ ક્રમાંકમાં જ લખવાનો રહેશે. વિભાગ બદલાય ત્યારે લચ્ચે કોરું પાકું છોડવું નહી, જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તે પ્રશ્નપત્રના પ્રશ્નો/પેટા પ્રશ્નો સળંગ લખવાના રહેતા પરંતુ નવી પ્રશ્ન નવા પાનાથી શર કરવો અને બે પ્રશ્નો. વચ્ચે કોરૂ પાનું છોડવું નહીં. પેપર પૂરુ થયા પછી બાકી રહેલા કોરા પાના પર ઊભી લીટી દોરવાની રહેશે.

8. ઉપરોક્ત વિગતોની અપૂર્તતા માટે પરીક્ષાર્થી તથા ખંડ-નિરીક્ષક બંને જવાબદાર રહેશે.

9. પરીક્ષાર્થીએ જો પુરવણીનો ઉપયોગ કરેલ હોય તો બોર્ડ દ્વારા આપવામાં આવેલ મીણના દોરાનો જ પુરવણી બાંધવા માટે ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ દોરાનો ઉપયોગ પુરવણી બાંધવા માટે થયેલ હશે તો ગેરરીતિ ગણી કાર્યવાહી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news