સોનાના ભાવમાં ધડખમ ઘટાડો, એક જ દિવસમાં ઘટી આટલી કિંમત; કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Gold Silver Price: શુક્રવારે જ્વેલર્સ વિક્રેતાઓની કમજોર માંગને કારણે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 700 રૂપિયા ઘટીને 88,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી.
Trending Photos
Gold Price Today: જ્વેલર્સ અને સ્ટોકિસ્ટોની નબળી માંગને કારણે શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. શુક્રવારે રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 700 રૂપિયા ઘટીને 88,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. આ સાથે કિંમતી ધાતુ રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી નીચે આવી ગયું છે.
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર ગુરુવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 89,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ પર બંધ થયું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે, જ્વેલર્સની નબળી માંગને કારણે 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 700 રૂપિયા ઘટીને 88,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.
નબળા વૈશ્વિક વલણોને કારણે પણ ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ પણ રૂ.300 ઘટીને રૂ.1 લાખ પ્રતિ કિલો થયો હતો. વાયદાના વેપારમાં એમસીએક્સ પર એપ્રિલ ડિલિવરી માટેના સોનાના કોન્ટ્રેક્ટની કિંમત રૂ. 225 ઘટીને રૂ. 85,799 પ્રતિ 10 ગ્રામ થઈ હતી.
સોનાની કિંમતમાં વધી શકે છે અસ્થિરતા: એક્સપર્ટ
LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું કે, "સોનાના ભાવ નબળા અને વધઘટ રહ્યા છે. એમસીએક્સમાં સોનું રૂ. 85,900 થી રૂ. 85,400ની રેન્જમાં રહ્યું છે, જ્યારે ડોલર ઇન્ડેક્સ સ્થિર રહેવા છતાં રૂપિયાની નબળાઇએ ભાવ રૂ. 85,350થી ઉપર રાખ્યા છે."
આ સિવાય ત્રિવેદીએ જણાવ્યું કે, બજારના સહભાગીઓનું ફોકસ આગામી ઉત્પાદન, સેવાઓ અને વર્તમાન સ્થાનિક વેચાણ ડેટા પર રહેશે, જેનાથી સોનાના ભાવમાં અસ્થિરતા વધી શકે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ ડિલિવરી માટે ચાંદીનો વાયદો રૂ. 283 ઘટીને રૂ. 96,830 પ્રતિ કિલોગ્રામ હતો.
વેપારીઓએ કર્યો નફો બુક
આ દરમિયાન એપ્રિલ ડિલિવરી માટે કોમેક્સ સોનાનો વાયદો 11.19 ડોલરથી ઘટીને 2,944.91 ડોલર પ્રતિ ઔંસ આવી ગયો છે. સ્પોટ સોનું પણ 8.42 ડોલર ઘટીને 2,930.56 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, “શુક્રવારે સોનાની કિંમત વિક્રમી ઊંચાઈથી નીચે આવી ગઈ છે. કારણ કે કિંમતી ધાતુમાં લાંબી તેજી પછી વેપારીઓએ નફો બુક કર્યો હતો.
ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત ફેડરલ રિઝર્વના સભ્યોના બેફામ નિવેદનો અને ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) મીટિંગની મિનિટોએ સતત ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ઘટાડો કરવા તરફ યુએસ નીતિ નિર્માતાઓના સાવચેત વલણને મજબૂત બનાવ્યું છે, જેના કારણે સોનામાં થોડી પ્રોફિટ બુકિંગ થઈ છે. એશિયન માર્કેટમાં કોમેક્સ ચાંદીનો વાયદો નબળો પડીને 33.65 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે