Eye Twitching: સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ અને અશુભ પ્રભાવ ટાળવાનો ઉપાય

Eye Twitching: શરીરનું કોઈપણ અંગ ફરકે તો તે એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ સામુદ્રિક શાસ્ત્રમાં આ ઘટનાનો અલગ જ અર્થ દર્શાવેલો છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રી અને પુરુષના અલગ અલગ અંગ ફરકે તો તેનો સંકેત પણ અલગ અલગ હોય છે. આજે તમને આંખ ફરકવા અંગે સામુદ્રિક શાસ્ત્ર શું માને છે તે જણાવીએ.

Eye Twitching: સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ અને અશુભ પ્રભાવ ટાળવાનો ઉપાય

Eye Twitching: આંખ ફરકવી તે કોઈ નવી વાત નથી. દરેક વ્યક્તિ સાથે આવું ક્યારેક ને ક્યારેક તો બને જ છે. ઘણી વખત ડાબી આંખ ફરકે છે તો ઘણી વખત જમણી આંખ ફરકતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના અંગ ફરકવાની ઘટનાને ભવિષ્ય સાથે જોડીને જોવામાં આવે છે. શરીરના અંગો ફરકે તો તે આવનારા સમયમાં બનનારી શુભ અને અશુભ ઘટનાનો સંકેત પણ હોઈ શકે છે. આજે તમને જણાવીએ તો સામુદ્રિક શાસ્ત્રમાં અંગ ફરકવાને લઈને શું જણાવેલું છે ?

આંખ ફરકવાને લઈને અલગ અલગ મત લોકોના મનમાં હોય છે. આજે તમને મહિલાઓની આંખ ફરકે તો તેનો અર્થ શું થાય તે જણાવીએ. મહિલાઓની કઈ આંખ ફરકે તો શુભ સંકેત હોય છે અને કઈ આંખનું ખડકવું અશુભ હોય છે ચાલો તમને જણાવીએ. 

મહિલાઓની જમણી આંખ ફરકવાનો અર્થ 

માન્યતા છે કે સ્ત્રીઓની જમણી આંખ ફરકે તો તે ખરાબ ગણાય છે તે મુશ્કેલ સમય અને સંઘર્ષનો સંકેત હોઈ શકે છે. જમણી આંખ ફરકે તો તેને અપશુકન માનવામાં આવે છે. માન્યતા છે કે જમણી આંખ ફરકે તો ભવિષ્યમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  

જમણી આંખ ફરકે તો ઘટી શકે છે આવી ઘટનાઓ 

- જમણી આંખ ફરકે તો તે મુશ્કેલીનો સંકેત હોય છે. આ સ્થિતિમાં ઘર કે ઓફિસમાં કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. 
- માનસિક ચિંતા કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે. 
- જમણી આંખ ફરકતી હોય તો શક્ય છે કે તમારું કામ અટકી જાય કે અધૂરું રહી જાય. 
- જમણી આંખ ફરકવી ખરાબ નજર, નકારાત્મક વિચાર કે કોઈ અપ્રિય ઘટના પણ ઘટવાનો સંકેત ગણાય છે. 

જમણી આંખ વારંવાર ફરકે તો કરો આ ઉપાય 

- જમણી આંખ જો વારંવાર ફરકતી હોય તો તેના પર ગંગાજળ છાંટીને ભગવાનને પ્રાર્થના કરો કે આવનાર સંકટ ટળી જાય. 
- બીજો ઉપાય છે હનુમાનજીનું સ્મરણ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી નકારાત્મક ઉર્જા અને વિચારો દૂર થઈ જશે. 
- કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી પણ અશુભ સંકેતોનો પ્રભાવ ઘટાડી શકાય છે. 
- જો જમણી આંખ વારંવાર ફરકતી હોય તો ચોખા, દૂધ કે અન્ય સફેદ વસ્તુનું દાન પણ કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news