Celebrity Pregnancy બની ગયો છે મોટો Business, જાણો કેવી રીતે થાય છે પ્રમોશનનો તગડો કરોબાર

આજે બોલીવુડ હોય કે હોલીવુડ દરેક જગ્યાએ સેલિબ્રિટી પ્રેગ્નન્સીએ એક મોટો બિઝનેસ છે. કરોડો રૂપિયાનો વેપાર સાથે સોશિયલ મીડિયા પ્રમોશન થાય છે. ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર પર એક પોસ્ટ કરવાના તેમને લાખો-કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે 

Celebrity Pregnancy બની ગયો છે મોટો Business, જાણો કેવી રીતે થાય છે પ્રમોશનનો તગડો કરોબાર

જયેશ જોશી, અમદાવાદઃ આજકાલ લોકો પોતાના ફેવરીટ સેલિબ્રિટીની પર્સનલ લાઈફમાં શું થઈ રહ્યું છે, તે જાણવા આતુર હોય છે. સેલિબ્રિટી ક્યારે લગ્ન કરી રહ્યા છે. તેમને બાળક ક્યારે થશે. બાળકનું નામ શું હશે. છોકરો હશે કે છોકરી. આજથી 60-70 વર્ષ પહેલાં કોઈ સેલિબ્રિટીએ એવું વિચાર્યું નહીં હોય કે તેણે પોતાના બાળકની જાણકારી સાર્વજનિક કરવી જોઈએ. આજે સેલિબ્રિટી પ્રેગ્નન્સી એક મોટો બિઝનેસ છે. તેમાંથી કરોડો રૂપિયાની કમાણી થાય છે. બ્રાન્ડિંગ, સોશિયલ મીડિયા પ્રમોશન થાય છે. ત્યારે આવો જાણીએ કે સેલિબ્રિટી પ્રેગ્નન્સીનું આ બજાર કેટલું મોટું છે. 

કઈ રીતે શરૂ થાય છે પ્રેગ્નન્સી બ્રાન્ડિંગ:
આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવી કંપનીઓ છે જે સેલિબ્રિટીઝને પ્રેગ્નન્સી દરમિયાન તેમની પ્રોડક્ટની બ્રાન્ડિંગ અને પ્રમોશન માટે સંપર્ક કરે છે. તેમનું સોશિયલ મીડિયા હેન્ડલ કરવા માટે અલગથી કંપની જોડાય છે. પ્રેગ્નન્સીની જાહેરાત કરવા માટે પણ સ્પોન્સરશીપ મળે છે. મેડિકલ પ્રોડ્ક્ટ્સ વેચનારી એક કંપની વર્ષ 2013થી અત્યાર સુધી 70 સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર્સની સાથે એન્ડોર્સમેન્ટ કરી ચૂકી છે. 

સેલિબ્રિટી પ્રેગ્નન્સીનો બિઝનેસ ક્યારથી શરૂ થયો
શું તમને ખ્યાલ છે કે આ પ્રકારનો બિઝનેસ છેલ્લા કેટલાં સમયમાં ઝડપથી ફેલાયો. જ્યારે સિંગર કેલિસ રોજર્સ અને બોલરૂમ ડાન્સર કરિના સ્મર્નઓફે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત બ્રાન્ડ પ્રમોશન અને એન્ડોર્સમેન્ટની સાથે કરી. આવા સ્ટાર્સની પ્રેગ્નન્સી માટે કંપનીઓ ગર્ભધારણથી લઈને ડિલીવરી સુધીની તમામ પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરાવે છે. તેના માટે સેલિબ્રિટીઝને સારી એવી કમાણી થાય છે. કેટલીક સેલિબ્રિટી તો 7 કરોડ રૂપિયા ફી વસૂલ કરે છે. 

ગર્ભની તપાસ કરનારી કંપની પણ હોય છે લાઈનમાં
સેલિબ્રિટી ઓડ્રિના પેટ્રિઝે વર્ષ 2015માં ટ્વિટર પર પોતાની પ્રેગ્નન્સીના સમાચાર પોતાના ફેન્સની સાથે શેર કર્યા. તેમાં તે એક ગર્ભની તપાસ કરનારી કંપનીની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરતી જોવા મળી. તેણે પોતાની ટ્વિટર પોસ્ટમાં લખ્યું કે બેબી ઓન ધ વે અને તેને ગર્ભની તપાસ કરનારી કંપનીની પ્રોડક્ટે કન્ફર્મ કર્યુ છે.  પેટ્રિઝે પછી કહ્યું કે તેમાં છૂપાવવા જેવી કોઈ વાત નથી. લોકોને ખબર પડવી જોઈએ કે તમે ક્યારે પ્રેગનન્ટ છો. તમે મા બનવાના છો. તે દુનિયાની સૌથી મોટી ખુશી છે.  

ઈસ્કરા લોરેન્સે 14.59 લાખ રૂપિયા દાનમાં આપ્યા
વર્ષ 2019માં બ્રિટિશ મોડલ ઈસ્કરા લોરેન્સે પણ પોતાના બોયફ્રેન્ડની સાથે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. તેને પણ એક ગર્ભની તપાસ કરનારી કંપનીએ પૈસા આપ્યા હતા. જેમાંથી તેણે 20 હજાર ડોલર એટલે 14.59 લાખ રૂપિયા દાન કરી દીધા હતા. જેથી તે લોકોને મેડિકલ સપોર્ટ મળી શકે જેમને પ્રેગ્નન્સીમાં અનેક પ્રકારની મુશ્કેલી આવી રહી છે. ઈસ્કરા લોરેન્સે કહ્યું હતું કે તેના માટે ઘણી પીઆર, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાગૃતતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. 

કઈ કંપની કરે છે સેલિબ્રિટી પ્રેગ્નન્સીનો બિઝનેસ
Socialyte નામની એક બ્રોકર કંપની છે જે સેલિબ્રિટીઝની પ્રેગ્નન્સીની એન્ડોર્સમેન્ટનો બિઝનેસ કરે છે. આ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ સારાહ બોયડે કહ્યું કે સેલિબ્રિટી બિઝનેસ બહુ મોટો છે. આ સેલિબ્રિટીની ફી તેમના નામ અને સમય પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અનેકવાર સેલિબ્રિટી જાતે પેમેન્ટ કરે છે આ વસ્તુઓ માટે. સારાહે કહ્યું કે જો ફેમસ સેલિબ્રિટી કાઈલી જેનર જો ક્યારેક પ્રેગ્નન્સીની એન્ડોર્સમેન્ટ માટે 1 મિલિયન ડોલર એટલે 7.29 કરોડ રૂપિયા સુધીની માગણી કરી શકે છે. 

અનેક મહિલાઓને મળે છે જાણકારી
ડ્રેક યુનિવર્સિટીમાં લો, પોલિટિક્સ અને સોસાયટીના પ્રોફેસર રિની ક્રેમર કહે છે કે બ્રાન્ડ પાર્ટનરશીપ આજકાલ માતૃત્વને સમર્થન આપે છે. જોકે તેને પૈસા સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ તેમાં કશું જ ખોટું નથી. આ પ્રકારની પાર્ટનરશીપમાં સેલિબ્રિટી સામાન્ય મહિલાઓને જણાવે છે કે ગર્ભધારણના સમયે કેવી રીતે રહેવું જોઈએ. પ્રેગ્નન્સીની તપાસ માટે કઈ કંપનીની પ્રોડક્ટ સારી છે. કયા ડાયપર્સ સારા છે. આ એક પ્રકારનું જાગૃતતા અભિયાન છે. 

મેગેઝીન માટે કરાવે છે ફોટોશૂટ
નિકોલ પોલિજ્જી એટલે સ્નૂકી નામની ફેમસ સેલિબ્રિટી ટીવી સ્ટારે પણ 2012માં પીપલ મેગેઝીનના કવર માટે પોતાની પ્રેગ્નન્સીનો ફોટો પ્રકાશિત કરાવ્યો હતો. સ્નૂકીએ કહ્યું કે તે સમયે આ મોટી ડીલ હતી. તો હાલમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પ્રેગ્નન્સીમાં વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેણે 7 લાખ 52 હજાર 990 રૂપિયાના સબ્યસાચીના કપડાં પહેરીને શૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ માટે તેને કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે તેની કોઈ માહિતી મળી શકી નથી. કરીના કપૂરે પણ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર યોગ કરતા ફોટો શેર કર્યા છે. જેમાં તેણે આ સમયે કયા કપડાં પહેરવા જોઈએ તેના માટે કંપનીની જાહેરાત કરી છે.  

કઈ રીતે સેલિબ્રિટી પ્રેગ્નન્સી મોટો બિઝનેસ બન્યો
હોલીવુડ અભિનેત્રી ડેમી મૂરેના પ્રેગ્નન્સી ન્યૂડ ફોટોશૂટ પછી સિલિબ્રિટી પ્રેગ્નન્સી એક મોટો બિઝનેસ બની ગયો છે. ડેમી મૂરે સાતમા મહિને 1991માં મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તેના પછી તો જાણે આ ટ્રેન્ડ બની ગયો. મોટી-મોટી સેલિબ્રિટી તેને ફોલો કરવા લાગી ડેમી મૂરની પ્રેગ્નન્સીની ન્યૂડ તસવીરોને 2016માં 100 ફોટોગ્રાફ્સ મોસ્ટ ઈન્ફ્લૂએન્શિયલ ઈમેજિસ ઓલ ટાઈમનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ટ્રેન્ડથી સાબિત થઈ ગયું કે મેટરનિટી માત્ર વુમન એમ્પાવરમેન્ટ અને સેક્સી રૂપ લઈ ચૂક્યું છે. એટલું જ નહીં મેટરનિટી સેલિબ્રિટીમાં હવે પ્રાઈવેટ અફેર ન રહેતાં પબ્લિક ઈવેન્ટ બની ગઈ છે. 

પ્રેગ્નન્સી પછી બાળકોના ફોટોશૂટની ડીલ
પહેલાં પ્રેગ્નન્સી અને ત્યારબાદ બાળક આવી ગયા પછી સૌથી પહેલા તેના ફોટો માટેની ડીલ થવા લાગી છે. જેનિફર લોપેઝના ટ્વીન્સ બાળકોની પહેલી તસવીરની ડીલ 38 કરોડ રૂપિયામાં થઈ હતી. જ્યારે બ્રાડ પીટ અને એન્જેલિના જોલીના બાળકોની તસવીર 90 કરોડમાં વેચાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news