VIDEO: પીએમ મોદીના આ અભિયાનમાં સાથે આપશે દીપિકા પાદુકોણ અને પીવી સિંધુ

એક્ટ્રેસ દિપીકા પાદુકોણ (Deepika Padukone), વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પી.વી સિંધુની સાથે મળીને હવે દેશની એક નવી પહેલને આગળ વધારવા જઈ રહી છે. આ બંને જાણીતી હસ્તીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નું અભિયાન ‘ભારત કી લક્ષ્મી’ (#BharatKiLaxmi) નું પ્રતિનિધિત્વ કરશે. દીપિકા અને સિંધુ (PV Sindhu) એ પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આ બંને આઈકોન્સ આ અભિયાન વિશે જણાવી રહ્યાં છે. આ અભિયાનનો હેતુ દેશભરમાં મહિલાઓ દ્વારા કરાયેલ સરાહનીય કામગીરીને લોકો સમક્ષ લાવવાનો છે. જુઓ આ વીડિયો....
VIDEO: પીએમ મોદીના આ અભિયાનમાં સાથે આપશે દીપિકા પાદુકોણ અને પીવી સિંધુ

નવી દિલ્હી :એક્ટ્રેસ દિપીકા પાદુકોણ (Deepika Padukone), વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પી.વી સિંધુની સાથે મળીને હવે દેશની એક નવી પહેલને આગળ વધારવા જઈ રહી છે. આ બંને જાણીતી હસ્તીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નું અભિયાન ‘ભારત કી લક્ષ્મી’ (#BharatKiLaxmi) નું પ્રતિનિધિત્વ કરશે. દીપિકા અને સિંધુ (PV Sindhu) એ પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આ બંને આઈકોન્સ આ અભિયાન વિશે જણાવી રહ્યાં છે. આ અભિયાનનો હેતુ દેશભરમાં મહિલાઓ દ્વારા કરાયેલ સરાહનીય કામગીરીને લોકો સમક્ષ લાવવાનો છે. જુઓ આ વીડિયો....

— Deepika Padukone (@deepikapadukone) October 22, 2019

પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે એક ટ્વિટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ભારતની નારી શક્તિ પ્રતિભા અને તપ, દ્રઢ સંકલ્પ અને સમર્પણનું પ્રતિક છે.

Our ethos has always taught us to strive for women empowerment.

Through this video, @Pvsindhu1 and @deepikapadukone excellently convey the message of celebrating #BharatKiLaxmi. https://t.co/vE8sHplYI3

— Narendra Modi (@narendramodi) October 22, 2019

તેમણે એમ પણ લખ્યું કે, આપણા લોકાચારે આપણને હંમેશા મહિલા સશક્તિકરણ માટે પ્રયાસ કરવાનું શીખવ્યું છે. આ વીડિયોના માધ્યમથી પી.વી સિંધુ અને દીપિકા પાદુકોણે ‘ભારત કી લક્ષ્મી’નો ઉત્સવ ઉજવવાનો સંદેશ આપ્યો છે. (ઈનપુટ - આઈએએનએસમાંથી) 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news