Emily Blunt ની પહેલી KISS હતી એકદમ ભયાનક, ચોંકાવનારો અનુભવ શેર કર્યો

અભિનેત્રી એમિલી બ્લન્ટ તેની પહેલી કિસને એક હોરર શો ગણે છે. કારણ કે તે ખતમ થયા બાદ તેણે મોઢું સાફ કરવાની જરૂર પડી હતી. એમિલી બ્લન્ટે શેર કર્યું કે તે મિત્રો સાથે સ્પિન ધ બોટલ રમી રહી હતી ત્યારે બોટલ એશલે પર અટકી. ત્યારબાદ તેણે કહ્યું કે તે 90ના દાયકાનો કર્ટેન્ડ હેરસ્ટાઈલવાળો એક લાંબો અને સુંદર છોકરો હતો. 
Emily Blunt ની પહેલી KISS હતી એકદમ ભયાનક, ચોંકાવનારો અનુભવ શેર કર્યો

નવી દિલ્હી: અભિનેત્રી એમિલી બ્લન્ટ તેની પહેલી કિસને એક હોરર શો ગણે છે. કારણ કે તે ખતમ થયા બાદ તેણે મોઢું સાફ કરવાની જરૂર પડી હતી. એમિલી બ્લન્ટે શેર કર્યું કે તે મિત્રો સાથે સ્પિન ધ બોટલ રમી રહી હતી ત્યારે બોટલ એશલે પર અટકી. ત્યારબાદ તેણે કહ્યું કે તે 90ના દાયકાનો કર્ટેન્ડ હેરસ્ટાઈલવાળો એક લાંબો અને સુંદર છોકરો હતો. 

જેવું સાંભળ્યું હતું તેવી નહતી પહેલી કિસ
ફીમેલફર્સ્ટ ડોટ કે ડોટ યુકેના એક રિપોરટ્ મુજબ બ્લન્ટે જિમી કિમેલ લાઈવ! પર એક ઉપસ્થિતિ દરમિયાન યાદ કર્યું કે 'હું બોટલ ઘૂમાવી રહી હતી, તે એશલે પર અટકી અને મેં વિચાર્યું કે હે ભગવાન આ છે, મે ફ્રેન્ચ કિસની માન્યતા વિશે સાંભળ્યું હતું પરંતુ મેં વિચાર્યું હતું કે તે સુખદ હશે કે સારી હશે? પરંતુ એવું નહતું.'

ડરી ગઈ હતી અભિનેત્રી
તેણે વધુમાં કહ્યું કે હું આખી વાતથી ખુબ ડરી ગઈ હતી. મને બસ પછીથી મારું મોઢું ચૂપકેથી સાફ કર્યું એ જ યાદ છે. તે ભયાનક હતું. જો કે એશલે સાથે તેની કિસ યોગ્ય નહતી, પરંતુ બ્લન્ટે કહ્યું કે તે તેના પતિ જ્હોન ક્રાસિન્સ્કીમાં તેનો પ્રેમ જુએ છે. અત્રે જણાવવાનું કે બ્લન્ટના હાલના સમયની સૌથી ખુબસુરત અભિનેત્રી તરીકેના વખાણ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news