Gangubai Kathiawadi એ બોક્સ ઓફિસ પર મારી સેન્ચ્યુરી, 100 કરોડનો આંકડો પાર!
Gangubai kathiawadi Box Office: આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ દુનિયાભરમાં 100 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી સફળતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી એક અઠવાડિયા પહેલા રિલીઝ થઈ અને 7 દિવસમાં આ ફિલ્મે સફળતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલીઝ થયા બાદથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ જોવા મળી રહી છે. શાનદાર ઓપનિંગ વીકેન્ડ બાદ શનિવાર અને રવિવારે ફિલ્મનું કલેક્શન ઘણું વધી ગયું હતું. ત્યારે હવે દુનિયાભરમાં પ્રશંસા મેળવનાર ફિલ્મ વર્લ્ડવાઈડ કલેક્શનમાં 100 કરોડના આંકડાને પાર કરી ગઈ છે.
સોમવારે વધી ફિલ્મની કમાણી
હકિકતમાં ગંગુબાઈ કાઠિયાવાડી તેના પહેલા સોમવારના ઓપનિંગ ડેથી વધારે મજબૂત રહી. મહામારીના પ્રોટોકોલમાં રાહત મળતા ફિલ્મની આવકમાં વધારો જોવા મળ્યો, જેના કારણે થિયેટરોમાં 100 ટકા દર્શકોની સંખ્યા વધી ગઈ. હવે ગંગુબાઈ કાઠિયાવાડી એક અઠવાડિયા બાદ વૈશ્વિક બોક્સ ઓફિસ પર 100 કરોડના માઈલસ્ટોન પાર કરી ચુકી છે.
ટૂંક સમયમાં કરશે દેશમાં 100 કરોડને પાર
ફિલ્મની સારી શરૂઆતની પ્રશંસા કરતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શનિવારે ટ્વિટ કર્યું હતું, તેમણે તમામ વિરોધીઓ માટે જેમણે #બોલીવૂડને નકારી કાઢવામાં આવ્યું હતું- એટલું જ નહીં #બોલીવૂડે તેની ચમક અને મહિમા ગુમાવી છે- #ગંગુબાઈકાઠિયાવાડીની શાનદાર શરૂઆત #બોલીવૂડને પાછી લાવે છે. લાઈમલાઈટ... હવે આવનારી ફિલ્મોની ઇન્તેજાર... પિક્ચર અભી બાકી હૈ (કહાની અભી ખતમ નહીં હુઇ હૈ).
#GangubaiKathiawadi commences Week 2 on a strong note, despite facing stiff competition from #TheBatman in #Mumbai and #Delhi… Biz expected to grow on [second] Sat and Sun… [Week 2] Fri 5.01 cr. Total: ₹ 73.94 cr. #India biz. pic.twitter.com/soP8DvMKnZ
— taran adarsh (@taran_adarsh) March 5, 2022
આલિયાએ આપ્યું ફેન્સને સરપ્રાઈઝ
ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોની પ્રતિક્રિયા જોવા માટે આલિયા ભટ્ટે મુંબઇના ગેલેક્સી થિયેટરની મુલાકાત લીધી હતી. તેને ફિલ્મથી જોડાયેલા કોઈપણ વિવાદથી ફરક પડતો નથી આ વાત કહીં ટ્રોલ કરનારાઓને વળતો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું- ના તો કોઈ વિવાદ અને ના કોઈ ટિપ્પણી મને પરેશાન કરે છે. મને નથી લાગતું કે કોઈપણ મને એક ક્ષણથી વધારે પરેશાન કરી શકે છે. ચોક્કસપણે, મને લાગે છે કે એક નવીનતા છે જે ફિલ્મનો એક ભાગ છે... શું ફિલ્મ એક સારી ફિલ્મ હોય કે ખરાબ ફિલ્મ... તેનાથી કોઈ ફરક પડતો નથી. દર્શકો ફિલ્મ જોયા પછી અંતિમ નિર્ણય લે છે... પહેલા કે પછી જે કંઈ થાય છે તે ખરેખર ભાગ્યને બદલી શકતું નથી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે