Entertainment News: ગરીબોમાં વહેંચ્યા 95,000 ફૂડપેકેટ, Gauri Khanનો દાવો કે આ તો હજી શરૂઆત છે
ગૌરી ખાને ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ કરીને જાણકારી આપી છે
Trending Photos
નવી દિલ્હી : ભારતમાં હવે કોરોના વાયરસ (Coronavirus)ના ભોગ બનેલા લોકોનો સત્તાવાર આંકડો 11,439 સુધી પહોંચી ગયો છે. આ કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં લોકડાઉનની સમસયસીમા 3 મે સુધી વધારી દેવામાં આવી છે પણ એના કારણે દેશમાં ગરીબોની સમસ્યા વધી ગઈ છે. જે વ્યક્તિ રોજેરોજની કમાણી પર જીવન પસાર કરે છે તેમના માટે જીવન અઘરું બની ગયું છે.
બોલિવૂડ આ જરૂરિયાતમંદ લોકોની મદદે આવ્યું છે. કોઈ પીએમ ફંડમાં ડોનેટ કરી રહ્યું છે તો કોઈ સીએમ ફંડમાં. સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સ તો લોકોને સીધી મદદ કરી રહ્યા છે. હાલમાં શાહરૂખની પત્ની ગૌરી ખાને (Gauri Khan) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેયર કરી છે. જેમાં તેણે દાવો કર્યો છે કે લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને રોટી બેંક ફાઉન્ડેશન અને મીર ફાઉન્ડેશનની મદદથી 95,000 ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે અને આ તો શરૂઆત છે.
આ સિવાય SRK એ આખા મહારાષ્ટ્ર હેલ્થકેર ટીમોને 25,000 વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) કિટ દાન કરી છે. આ કિટ્સનો ઉપયોગ કોરોના વાયરસ (Coronavirus) મહામારીની સારવારમાં કામે લાગેલા મહારાષ્ટ્રના ડોક્ટર્સની સુરક્ષા માટે કરવામાં આવે છે. તેના વિશે ખુદ મહારાષ્ટ્ર સરકારના પબ્લિક હેલ્થ અને ફેમિલિ વેલફેર મિનિસ્ટર રાજેશ તોપેએ જણાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ શાહરૂખ ખાનની મદદ માટે ટ્વિટ કરીને ધન્યવાદ વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે