સચિવ અશ્વિની કુમારનો ખુલાસો, CM અને ઈમરાન ખેડાવાલા વચ્ચે 15થી 20 ફૂટનું અંતર હતું
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનું તંત્ર દોડતું થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સીએમઓના સચિવ અશ્ચિનીકુમારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ કોટ વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસ્થાને જે મીટીંગ થાય છે તેમાં સોશિયલ ડેસ્ટિનેશનનું પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું. જોકે, રાજ્યના ડોક્ટરોની પેનલ દ્વારા સાથે મુખ્યમંત્રી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે. આજે સાંજે ચાર વાગ્યે તેઓ વીડિયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક હાજરી આપશે. પરંતુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, આજે સાંજે 4:00 વાગ્યાી કેબિનેટની બેઠક કેન્દ્ર સરકાર દ્વારા ૨૦મી એપ્રિલ પછી તબક્કાવાર લોકડાઉનમાંથી ધીમે ધીમે છૂટછાટ આપી તેની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પર ચર્ચા વિચારણા કરાશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનું તંત્ર દોડતું થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સીએમઓના સચિવ અશ્ચિનીકુમારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ કોટ વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસ્થાને જે મીટીંગ થાય છે તેમાં સોશિયલ ડેસ્ટિનેશનનું પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું. જોકે, રાજ્યના ડોક્ટરોની પેનલ દ્વારા સાથે મુખ્યમંત્રી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે. આજે સાંજે ચાર વાગ્યે તેઓ વીડિયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક હાજરી આપશે. પરંતુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, આજે સાંજે 4:00 વાગ્યાી કેબિનેટની બેઠક કેન્દ્ર સરકાર દ્વારા ૨૦મી એપ્રિલ પછી તબક્કાવાર લોકડાઉનમાંથી ધીમે ધીમે છૂટછાટ આપી તેની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પર ચર્ચા વિચારણા કરાશે.
તો ઈમરાન ખેડાવાલા મુદ્દે તેમણે વધુ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે. જવાબદાર નાગરિક તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે તેમની ફરજ હતી કે મુખ્યમંત્રીને મળવાનું ટાળવું જોઈતું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે જરૂર મુજબની તમામ પ્રકારની કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે. મુખ્યમંત્રીનો સ્ટાફ પણ ટેલિફોનિક વાતચીતથી પોતાનું કામ એક સપ્તાહ દરમિયાન બતાવશે. મુખ્યમંત્રી કાર્યાલય સહિતના અધિકારીઓ ટેલિફોનિક વાતચીતથી જ એક સપ્તાહ સુધી મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે. જરૂરી લાગશે ઈમરજન્સી હોય તો તેમના સંપર્ક કરવામાં આવશે રૂબરૂ મુલાકાત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના પણ સ્વાસ્થયની તપાસ થઇ રહી છે.
કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં
તેમણે જણાવ્યું કે, જે વિસ્તારોમાં એક પણ કેસ ના હોય એ વિસ્તારોમાં કેવી રીતે છુટછાટ આપી તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. ૨૦ લાખથી વધુ લોકોએ અનાજ લઇ લીધું છે 17 તારીખ સુધી આ અનાજનું વિતરણ કરવામાં આવશે. એપીએલ 1 ધારકો માટે પણ જો જરૂર પડે તો એક-બે દિવસ વધુ વધારવા પણ રાજ્ય સરકાર વિચારણા કરશે. આવશ્યક સેવાઓ માટે 3 લાખ 32 હજાર જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એક ઓર્ડર કરીને ૩જી મે સુધીની પાસની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. પાસ ધરાવનાર જો પાસ નો દુરુપયોગ કરશે તો તેનો પાસ રદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે