કંગનાની ઓફિસમાં BMCએ કરી તોડફોડની કાર્યવાહી, અભિનેત્રીએ મુંબઈને ફરી કહ્યું PoK
બીએમસીની એક ટીમે કંગનાની ઓફિસમાં તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંગનાના મુંબઈ વાળા ઘરની બહાર મુંબઈ પોલીસ પણ તૈનાત છે.
Trending Photos
મુંબઈઃ શિવસેના નેતાઓની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનોત બુધવારે Y પ્લસ સુરક્ષામાં આજે બપોરે 2 કલાકે મુંબઈ પહોંચી રહી છે. તે મોહાલી એરપોર્ટ પર પહોંચી ચુકી છે. મુંબઈ પહોંચતા બીએમસી તેને ક્વોરેન્ટીન કરી શકે છે. આ વચ્ચે બીએમસીએ કંગનાની ઓફિસની બહાર નોટિસ લગાવી હતી.
બીએમસીની એક ટીમે કંગનાની ઓફિસમાં તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંગનાના મુંબઈ વાળા ઘરની બહાર મુંબઈ પોલીસ પણ તૈનાત છે. તો સીઆરપીએફની એક ટીમ પણ કંગનાના ઘર પર હાજર છે. જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા કરી દેવામાં આવી છે.
I am never wrong and my enemies prove again and again this is why my Mumbai is POK now #deathofdemocracy 🙂 pic.twitter.com/bWHyEtz7Qy
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
બોલીવુડ અભિનેત્રી કંગના રનોતને ઉદ્ધવ ઠાકરે સરકાર સાથે વિવાદ કરવો ભારે પડી ગયો છે. બીએમસીએ બાંદ્રા વેસ્ટ પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનોતના ગેરકાયદેસર નિર્માણ પામેલી ઓફિસમાં તોડફોડ કરવાની શરૂ કરી દીધી છે. બીએમસીની ટીમ જેસીબી અને મજૂરોની સાથે કંગનાની ઓફિસે પહોંચી છે અને ગેરકાયદેસર નિર્માણને તોડવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કંગનાએ બીએમસીની ટીમને બાબરની સેના કહી છે.
Babur and his army 🙂#deathofdemocracy pic.twitter.com/L5wiUoNqhl
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
આ અંગે બીએમસીના ઓફિસરોએ કહ્યું કે, કંગનાની ઓફિસની અંદર ઘણા ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યા છે અને તેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીએમસીનો દાવો છે કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર ઘણા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. તેને તોડવા માટે બીએમસીની ટીમ પહોંચી છે.
મુંબઇ પહોંચતા પહેલા જ કંગનાએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?
આ વચ્ચે કંગનાએ ટ્વીટ કરીને બીએમસી કર્મીઓની તુલના બાબરની સેના સાથે કરી અને કહ્યું કે, આ મંદિર ફરીથી બનશે. હું ક્યારેય ખોટી નહતી અને મારા દુશ્મન વારંવાર સાબિત કરી રહ્યાં છે કે મારૂ મુંબઈ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે