Kiara Advaniની ફીમાં અધધધ વધારો... લગ્ન પછી પહેલી ફિલ્મ હશે રામ ચરણ સાથે

Kiara Advani: ફેબ્રુઆરી મહિનાની શરુઆતથી જ અભિનેત્રી કિયારા અડવાણી સતત ચર્ચામાં છે. લગ્નની ચર્ચાઓ વચ્ચે હવે કિયારા અડવાણીની આગામી તેલુગુ ફિલ્મને લઈને તે ચર્ચામાં છે. આ ફિલ્મની ચર્ચા અભિનેત્રીની ફીના કારણે થઈ રહી છે.

Kiara Advaniની ફીમાં અધધધ વધારો... લગ્ન પછી પહેલી ફિલ્મ હશે રામ ચરણ સાથે

Kiara Advani: ફેબ્રુઆરી મહિનાની શરુઆતથી જ અભિનેત્રી કિયારા અડવાણી સતત ચર્ચામાં છે. તેણે 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. કિયારા અને સિદ્ધાર્થની જોડી લોકોને પણ ખૂબ પસંદ છે. લગ્નની ચર્ચાઓ વચ્ચે હવે કિયારા અડવાણીની આગામી તેલુગુ ફિલ્મને લઈને તે ચર્ચામાં છે. આ ફિલ્મની ચર્ચા અભિનેત્રીની ફીના કારણે થઈ રહી છે. કિયારાની આ ફિલ્મ RC15 છે. લગ્ન પછી તેણે તેની ફી વધારી 4 કરોડ રૂપિયા કરી છે. આ ફી તેની અગાઉની ફિલ્મો કરતા ઘણી વધારે છે. લગ્ન પછી કિયારા અડવાણીની 4 કરોડની ફી પરથી એ વાત સાબિત થાય છે કે તેણે ફિલ્મી દુનિયામાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. લગ્ન બાદ હવે તે આ ફિલ્મનું જ શૂટિંગ શરૂ કરવાની છે.

આ પણ વાંચો:

RC15 પેન ઈન્ડિયા ફિલ્મ હશે. આ ફિલ્મમાં કિયારા અડવાણી રામ ચરણ સાથે જોવા મળશે. આ તેમની બીજી ફિલ્મ હશે. આ પહેલા બંને તેલુગુ ફિલ્મ વિનયા વિધેયા રામામાં સાથે જોવા મળ્યા હતા. આ બંને સિવાય ફિલ્મમાં સાઉથની અભિનેત્રી અંજલિની પણ મહત્વની ભૂમિકા છે

બ્લોકબસ્ટર ફિલ્મ RRR પછી રામ ચરણની આ બીજી ફિલ્મ હશે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે જે કિયારા અડવાણી અને અંજલિની સામે હશે. આ ફિલ્મ 170 કરોડના બજેટમાં બની રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2024માં રિલીઝ કરવાની યોજના છે. RC15 એક પોલિટિકલ થ્રિલર છે. કિયારા અડવાણી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરી ચુકી છે. પરંતુ વચ્ચે લગ્નની તૈયારીઓમાં તે વ્યસ્ત હતી તેથી શૂટિંગ અટક્યું હતું. હવે તે ફરીથી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news