પરિણીતી ચોપડા ટુંક સમયમાં બનશે રાઘવ ચઢ્ઢાની દુલ્હનિયા, સિંગર હાર્ડી સંધુએ કહ્યું, Its Confirm...

Parineeti Chopra Raghav Chadha Relationship: ફક્ત હાર્ડી સંધુએ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોરાએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને રાઘવ ચઢા અને પરિણીતી ચોપડાને લગ્ન માટે શુભકામના પાઠવી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, " હું રાઘવ અને પરિમિતિને હાર્દિક શુભકામના આપું છું. "

પરિણીતી ચોપડા ટુંક સમયમાં બનશે રાઘવ ચઢ્ઢાની દુલ્હનિયા, સિંગર હાર્ડી સંધુએ કહ્યું, Its Confirm...

Parineeti Chopra Raghav Chadha Relationship: બોલીવુડની વધુ એક અભિનેત્રીના લગ્નની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. આ અભિનેત્રી પરિણીતી ચોપડા છે. થોડા દિવસો પહેલા પરિણીતી આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે ડિનર ડેટ પર સ્પોટ થઈ હતી. ત્યારથી બંનેના રિલેશનશિપની ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી છે. તેવામાં પરિણીતી થોડા દિવસો પહેલા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘર પાસે પણ જોવા મળી હતી. તેના કારણે હવે ચર્ચાઓ થઈ છે કે ટૂંક સમયમાં જ બંને સગાઈ કરવા જઈ રહ્યા છે. જોકે આ ચર્ચા પર સિંગર અને એક્ટર હાર્ડી સંધુ એ મહોર લગાવી દીધી છે. 

આ પણ વાંચો:

પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા પોતાના સંબંધો અંગે ભલે કંઈ ન બોલે પરંતુ એક્ટર અને સિંગર હાર્ડી સંધુએ કન્ફર્મ કર્યું છે કે અભિનેત્રી પોતાની લાઈફમાં સેટલ થવા જઈ રહી છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્ડી સંધુએ ખુલાસો કર્યો હતો કે તેની મિત્ર પરિણીતી ચોપડા લાઇફમાં સેટલ થવા જઈ રહી છે અને આ વાતથી તે ખૂબ જ ખુશ છે. હાર્ડી સંધુ અને પરિણીતી ચોપડાએ વર્ષ 2022 માં આવેલી ફિલ્મ કોડ નેમ તિરંગામાં સાથે કામ કર્યું હતું. તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે પણ પરિણીતી લગ્નની વાત પર કહેતી કે જ્યારે તેને કોઈ પરફેક્ટ સાથી મળશે ત્યારે તે લગ્ન કરી લેશે. જ્યારે હાર્ડીને પરિનીતીના આ નિર્ણયની ખબર પડી તો તેણે ફોન કરીને તેને શુભકામના પણ પાઠવી. 

મહત્વનું છે કે ફક્ત હાર્ડી સંધુએ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોરાએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને રાઘવ ચઢા અને પરિણીતી ચોપડાને લગ્ન માટે શુભકામના પાઠવી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, " હું રાઘવ અને પરિમિતિને હાર્દિક શુભકામના આપું છું. "

— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023

સગાઈની અફવાઓ વચ્ચે પરિણીતી અને રાઘવ દિલ્હી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. પરિણીતી અને રાઘવ ના સંબંધોની ચર્ચા ત્યારથી થઈ રહી છે જ્યારે બંને પહેલી વખત ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news