Raj Kapoor ના લગ્ન જીવનમાં કેમ પડી હતી તિરાડ? કઈ અભિનેત્રી પ્રત્યે રાજકપૂરને હતું સૌથી વધુ આકર્ષણ

નરગીસ અને રાજ કપૂરની લવ સ્ટોરી તો સૌ કોઈ જાણે છે, પરંતુ રાજ કપૂર અને તેમના પત્ની કૃષ્ણા કપૂરની લવ સ્ટોરી ખુબ ઓછા લોકો જાણે છે

Raj Kapoor ના લગ્ન જીવનમાં કેમ પડી હતી તિરાડ? કઈ અભિનેત્રી પ્રત્યે રાજકપૂરને હતું સૌથી વધુ આકર્ષણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ નરગીસ અને રાજ કપૂરની લવ સ્ટોરી તો સૌ કોઈ જાણે છે, પરંતુ રાજ કપૂર અને તેમના પત્ની કૃષ્ણા કપૂરની લવ સ્ટોરી ખુબ ઓછા લોકો જાણે છે. નરગીસ અને રાજ કપૂરની લવ સ્ટોરી તો સૌ કોઈ જાણે છે, પરંતુ રાજ કપૂર અને તેમના પત્ની કૃષ્ણા કપૂરની લવ સ્ટોરી ખુબ ઓછા લોકો જાણે છે. 1924માં પેશાવરમાં જન્મેલા રાજ કપૂરે માત્ર 11 વર્ષની ઉંમરે ફિલ્મી જગતમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મ ઈંકલાબ તેમની પ્રથમ ફિલ્મ હતી. રાજ કપૂરે સુપર સ્ટાર બન્યા પહેલા 22 વર્ષની ઉંમરે વર્ષ 1946માં કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા.

રાજ કપૂર અને કૃષ્ણાને મળ્યાને માત્ર એક વર્ષ થયું અને તેઓએ લગ્ન કરી લધા હતા. બંનેના લગ્નમાં સુપર સ્ટાર અશોક કુમાર આવ્યા હતા. અશોક કુમારની એક ઝલક જોવા માટે કૃષ્ણઆ બેતાબ હતી. કૃષ્ણાને આવી રીતે જોયા પછી રાજ કપૂરે નક્કી કર્યું તે પણ સદીના સૌથી મોટા સુપર સ્ટાર બનશે. રાજ કપૂરે વર્ષ 1948માં આગ ફિલ્મ બનાવી. આ ફિલ્મે કૃષ્ણા અને રાજના સંબંધને બદલી નાખ્યો.

આગ ફિલ્મ માટે રાજ કપૂરને એક નવા ચહેરાની શોધમાં હતા. તે જદ્નનબાઈથી મળવા તેમના ઘરે પહોંચ્યા. ઘરે જદ્નનબાઈ તો ના મળ્યા પરંતુ તેમની દીકરી નરગીસ મળી. અને નક્કી કર્યું કે તે નરગીસને તેમની ફિલ્મમાં અભિનય કરાવશે. તે પછી બંને કલાકારોએ સાથે ઘણી ફિલ્મો કરી.

રાજ કપૂર અને નરગીસની ફિલ્મ શ્રી 420નું ગીત પ્યાર હુઆ ઈકરાર હુઆ ગીત એટલુ પ્રખ્યાત થયું કે તે સમયનું સૌથી વધુ સંભળાતુ ગીત બન્યુ. બંનેની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રી જોઈને વિદેશમાં લોકોને એવુ લાગતુ હતું બંને સાચેમાં પતિ પત્ની છે. પરંતુ 1957માં બંને અલગ થઈ ગયા. જોક ફિલ્મ મધર ઈન્ડિયાની શૂંટિંગ દરમિયાન સેટ પર આગ લાગી અને તે સમયે કઈ પણ વિચાર્યા વગર સુનિલ દત્ત આગમાં કુદી ગયા હતા. સેટ પર સુનિલ દત્ત તો સળગી ગયા પણ નરગીસને કઈ થવા ન દીધું. આ ઘટના પછી એક નવી પ્રેમ કહાનીની શરૂઆત થઈ. સુનિલ દત્તે નરગીસને પ્રપોઝ કર્યું અને નરગીસે પણ હા પાડી. અને રાજ કપૂરથી હંમેશાથી અલગ થઈ ગઈ.

રાજ કપૂર અને નરગીસના સંબંધો વિશે જેવુ કૃષ્ણાને ખબર પડી ત્યાર પછી તે ઉદાસ રહેવા લાગી. પરંતુ જ્યારે નરગીસે સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા ત્યાર પછી કૃષ્ણાને પણ એવુ લાગ્યું કે હવે તેમના લગ્ન બચી જશે. પરંતુ ફરી એક વાર 60ના દાયકામાં વયજયંતીમાલા સાથે રાજ કપૂરનું નામ જોડાયું. વયજયંતીમાલાની નજીક જતા રાજ કપૂરને જોતા કૃષ્ણા રાજ કપૂર ઘર છોડીને ચાલ્યા ગયા. અને ઘણા મહિનાઓ સુધી બંને અલગ રહ્યાં.

રાજ કપૂરે કૃષ્ણાને મનાવવા માટે ખુબ મહેનત કરી. પરંતુ એક શર્ત રાખી કે રાજ કપૂર હવે વયજયંતી માલા સાથે એક પણ ફિલ્મ નહીં કરે. સંગમ ફિલ્મ પછી રાજ કપૂરે એક પણ ફિલ્મ સાથે નથી કરી. ત્યારપછી 1968માં વયજંયતી માલાએ ચમનલાલ બાલી સાથે લગ્ન કર્યા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news