'જ્યારે હું રાત્રે 2 વાગે શો પુરો કરીને ઘરે આવતી, લોકો મને ગંદી કહેતા...! સપનાની દર્દભરી કહાની સાંભળી હૃદય ભાંગી જશે
સપનાએ આ વીડિયો દ્વારા જણાવ્યું હતું કે કેવી રીતે મજબૂરીના કારણે તેને નાની ઉંમરમાં આ ફિલ્ડમાં આવવું પડ્યું અને તેને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ વીડિયોની શરૂઆતમાં સપના ચૌધરી કહેતી જોવા મળી રહી છે કે તેણે અત્યાર સુધી ઘણું સાંભળ્યું છે, ઘણું જોયું છે, જિંદગીએ આ સફરમાં ઘણા રંગો દેખાડ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: હરિયાણવી ડાન્સરથી લઈને બોલિવુડ અભિનેત્રી બનવાની સફર દેશી ક્વીન સપના ચૌધરીએ પોતાની મહેનતે પાર પાડી છે. સપના ચૌધરીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સની આંખો ભીની થતી જોવા મળી રહી છે. આ વિડિયોમાં સપના ચૌધરી તેની 13 વર્ષની મુશ્કેલ કારકિર્દી વિશે વાત કરી રહી છે.
સપનાએ આ વીડિયો દ્વારા જણાવ્યું હતું કે કેવી રીતે મજબૂરીના કારણે તેને નાની ઉંમરમાં આ ફિલ્ડમાં આવવું પડ્યું અને તેને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ વીડિયોની શરૂઆતમાં સપના ચૌધરી કહેતી જોવા મળી રહી છે કે તેણે અત્યાર સુધી ઘણું સાંભળ્યું છે, ઘણું જોયું છે, જિંદગીએ આ સફરમાં ઘણા રંગો દેખાડ્યા છે.
સપના ચૌધરીએ વીડિયોમાં જણાવ્યું છે કે, મારું મન પણ થતું હતું કે હું સ્કૂલમાં જાઉ અને ભણી ગણીને સારી નોકરી પણ કરું. પરંતુ જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા બીમાર રહેતા હતા, ત્યારબાદ તેઓનું નિધન થયું હતું. પિતાજીનું નિધન બાદ ઘરની તમામ જવાબદારીઓ મારા પર આવી ગઈ હતી. પિતાજીના ગયા બાદ ઘરમાં બીજું કોઈ કામ કરનાર નહોતું. એટલે મારે ના છૂટકે આ લાઈનમાં કામ કરવું પડ્યું. આ વીડિયોમાં વાત કરતા સપના ઘણી વખત ઈમોશનલ થઈ જાય છે અને કહે છે કે જ્યારે હું સ્ટેજ પર ડાન્સ કરતી હતી, ત્યારે લોકો મને ગંદી રીતે જોઈને અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા. લોકો મને નાચવાવાળી કહેતા હતા.
ત્યારબાદ સપના જણાવે છે કે, જ્યારે મારા નાચવાથી મારા પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે, જેમાં મારી માતા, મારી બહેન અને ભાઈની જિંદગી પણ ચાલે છે તો તેને કરવાથી મને કોઈ ગમ નથી. સપના ચૌધરીએ દર્દભરી કહાની સાંભળતા પ્રશંસકોનો આભાર માન્યો હતો. 13 વર્ષનો સફર સપના માટે ઘણો શાનદાર રહ્યો હતો.
સપનાએ જણાવ્યું હતું કે, પ્રશંસકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે, તેના જ કારણે હું મારું સમગ્ર દુ;ખ ભૂલી ગઈ. સપના જણાવે છે કે જ્યારે હું રાત્રે 2-2 વાગે બસ અને રિક્ષામાંથી શો કરીને ઘરે પાછી ફરતી હતી ત્યારે લોકો મને ગંદી ગંદી વાતો કહેતા હતા. આ દિલમાં ઘણી બધી એવી વાતો છે જે હું વર્ષોથી દિલમાં દબાવીને બેઠું છું. લોકોને સલાહ આપતા સપનાએ જણાવ્યું હતું કે, કંઈ પણ થઈ જાય, પરંતુ ક્યારેય જિંદગીમાં હાર માનવી જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે