Vicky Jain: શાહરુખ ખાન બનવા ચાલ્યો વિકી જૈન, ફોજી 2 થી એક્ટિંગની દુનિયામાં કરશે એન્ટ્રી

Vicky Jain: તાજેતરમાં જ અંકિતા લોખંડે અને વિકી જૈન લાફટર શેફ શોમાં જોવા મળ્યા હતા. આ શો પછી વિકી જૈનને લઈને એક મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિકી જૈન બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યો છે. 

Vicky Jain: શાહરુખ ખાન બનવા ચાલ્યો વિકી જૈન, ફોજી 2 થી એક્ટિંગની દુનિયામાં કરશે એન્ટ્રી

Vicky Jain: ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ સાથે બીગ બોસ 17 માં જોવા મળી હતી. બીગ બોસ 17 પછી વિકી જૈન એક્ટિંગ કરિયર તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરમાં જ અંકિતા લોખંડે અને વિકી જૈન લાફટર શેફ શોમાં જોવા મળ્યા હતા. આ શો પછી વિકી જૈનને લઈને એક મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિકી જૈન બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યો છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર વિકી જૈન ટૂંક સમયમાં ટીવી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. વિકી જૈન શાહરુખ ખાનના ડબ્યુ શો ફોજીની સિક્વલ માં કામ કરવાનો છે. ફોજી ટીવી શોથી શાહરુખ ખાનનું કરિયર ચમકી ગયું હતું. ત્યારે હવે વિકી જૈન પણ શાહરુખ ખાનની જેમ ફોજી ટીવી શોથી એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. 

વિકી જૈન બીજો શાહરુખ ખાન બનવાની તૈયારી કરી રહ્યો છે. 35 વર્ષ પહેલા આ ટીવી સીરીયલ આવી હતી જેનાથી શાહરુખ ખાનની જિંદગી બદલી ગઈ અને આજે તે બોલીવુડનો બાદશાહ છે. હવે વિકી જઈને પણ આ ટીવી શોને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત માટે પસંદ કર્યો છે. 

મહત્વનું છે કે બીગ બોસ દરમિયાન વિકી જૈન પર કેટલાક ગંભીર આરોપ પણ લાગી ચૂક્યા છે. Bigg boss 17 દરમ્યાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિકી જૈન ટીવીની દુનિયામાં આવવા માંગે છે એટલા માટે જ તે અંકિતા લોખંડેની મદદ લઈ રહ્યો છે. એક્ટિંગની દુનિયામાં ફેમ મેળવવા માટે જ વિકી જૈને અંકિતા લોખંડે સાથે લગ્ન કર્યા છે. કારણ કે અંકિતા લોખંડે ટીવીની દુનિયાનું મોટું નામ છે. જોકે આ પ્રકારના આરોપો પર વિકી જઈને આજ સુધી કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. થોડા સમય પહેલા વિકી જઈને અંકિતા લોખંડે સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news