Surya Dev Lucky Zodiac: સૂર્ય દેવની પ્રિય છે આ રાશિઓ, હંમેશા જાતકો પર રહેશે મહેરબાન, આપે છે શુભ ફળ

જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યોતિષ પ્રમાણે 12 રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ છે જે ભગવાન સૂર્યદેવની પ્રિય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સૂર્ય દેવની કૃપાથી તેણે ક્યારેય મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આવો આ રાશિઓ વિશે જાણીએ...
 

સૂર્ય દેવની પ્રિય રાશિઓ

1/5
image

Surya Dev Lucky Zodiac: હિન્દુ ધર્મમાં રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે તેમની કૃપાથી જીવનમાં દરેક સંકટોમાંથી મુક્તિ મળે છે. જો કોઈ જાતકની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો તેણે નિયમિત રૂપથી સૂર્ય દેવને જળ અર્પિત કરવું જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી દરેક સંકટ દૂર થાય છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ છે, તેમાંથી કેટલીક રાશિઓ સૂર્ય દેવને અતિપ્રિય છે. આ રાશિઓ પર હંમેશા સૂર્ય દેવની કૃપા રહે છે. આવો આપણે જાણીએ કઈ રાશિઓ સૂર્ય દેવની પ્રિય છે.  

મેષ રાશિ

2/5
image

મેષ રાશિને સૌથી પહેલી રાશિ માનવામાં આવે છે અને આ રાશિના સ્વામી મંગળ છે. આ રાશિના જાતક પર સૂર્ય દેવની સારી કૃપા રહે છે. આ કારણે મેષ રાશિના લોકો ખુબ હિંમતવાળા, ઉર્જાથી ભરપૂર અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેને મહેનતનું ફળ જરૂર મળે છે. તે પોતાના કામને લઈને ખુબ ઈમાનદાર હોય છે. સૂર્ય દેવની કૃપાથી આ લોકો દરેક ક્ષેત્રમાં નામના મેળવે છે.

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિ તો સૂર્ય દેવની પોતાની રાશિ છે, તેથી આ રાશિના લોકો સૂર્ય દેવને અતિ પ્રિય માનવામાં આવે છે. આ લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે અને તેનો આત્મ વિશ્વાસ કમાલનો હોય છે. તેને ક્યારેય નાણા સંબંધિત સમસ્યા હોતી નથી. તે પોતાના કરિયરમાં ખુબ સફળતા પ્રાપ્ત કરે છે અને સૂર્ય દેવ હંમેશા પ્રસન્ન રહે છે. 

ધન રાશિ

4/5
image

ધન રાશિના સ્વામી ગુરૂ બૃહસ્પતિ છે, જે સૂર્ય દેવના ગુરૂ માનવામાં આવે છે. સૂર્ય દેવની કૃપાથી ધન રાશિના જાતકો સમજદાર અને બુદ્ધિમાન હોય છે. આ લોકો શિક્ષણ, લેખન, ન્યાય અને વેપારમાં ખુબ સફળ થાય છે. આ રાશિના જાતકોને પ્રસિદ્ધિ અને પૈસા બંને મળે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.