Belly Fat: ઘરે જ કરી શકાય એવી 5 સરળ એક્સરસાઇઝથી ઝડપથી ઘટશે પેટની ચરબી, જીમ કે ડાયટિંગની જરૂર નહીં પડે

Belly Fat: બેલીફેટ દેખાવમાં ખરાબ લાગે છે. તે સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ પણ બને છે. વધારે પડતી ચરબી ગંભીર બીમારીને આમંત્રણ આપે છે. દરેક વ્યક્તિ પાસે જીમ જવાનો સમય હોતો નથી અને તેઓ ડાયટિંગની સુવિધા પણ ભોગવી શકતા નથી. આવી તકલીફ હોય તેઓ ઘરે સરળતાથી કરી શકાય એવી આ 5 એક્સરસાઇઝ કરીને પણ પેટની ચરબી ઉતારી શકે છે. 

પ્લેન્ક 

1/6
image

પ્લેન્ક એક સિમ્પલ અને પ્રભાવી એક્સરસાઇઝ છે. જે કોર મસલ્સને મજબૂત કરે છે. તેને કરવા માટે પેટના બળે સુઈ જવું અને શરીરને કોણી તેમજ પંજાબ ઉપર ઉઠાવો 30 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને ફરીથી નીચે સૂઈ જવું. 

ક્રંચેસ

2/6
image

ક્રંચેસ બેલીફેટ ઘટાડવા માટે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. તેના માટે જમીન પર સીધું સુઈ જવું અને ગોઠણને વાળવા. બંને હાથ માથાની પાછળ રાખવા અને ખભા ને જમીનથી ઉઠાવી પેટની તરફ લઈ જવા. 10 થી 15 વખત આ એક્સરસાઇઝ કરવી. 

લેગ રેજ

3/6
image

લેગ રેજ લોવર એબ્સને ટાર્ગેટ કરે છે. તેના માટે જમીન પર સીધું સુઈ જવું અને પોતાના બંને પગને ઉપર તરફ ઉઠાવો. થોડી સેકન્ડ માટે આમ જ રહેવું અને પછી ધીરે ધીરે પગને નીચે લાવો. રોજ 10 થી 15 વખત આ એક્સરસાઇઝ કરવી. 

માઉન્ટેન ક્લાઈમબર 

4/6
image

આ એક કાર્ડિયો બેઝ એક્સરસાઇઝ છે જેને તમે સરળતાથી ઘરે કરી શકો છો. તેનાથી ઝડપથી પેટની ચરબી ઉતરે છે. તેને કરવા માટે પોષકની સ્થિતિમાં આવો અને પછી ગોઠણથી પગને ચલાવતા રહો. 

દોરડા કૂદવા

5/6
image

દોરડા કૂદવાથી પેટની ચરબી ઓછી થાય છે. તેનાથી આખું શરીર ટોન રહે છે. નિયમિત 5 થી 10 મિનિટ દોરડા કૂદવા જોઈએ.

6/6
image