Bloating: વારંવાર તમારું પેટ ફુલી જાય છે? રસોઈમાં વપરાતી આ 5 વસ્તુથી 10 મિનિટમાં તકલીફ દુર થશે

Bloating: જો ખાવામાં કંઈ ફેરફાર થઈ જાય તો પેટ ફૂલી જાય છે. ઘણા લોકોને વારંવાર પેટ ફુલવાની ફરિયાદ હોય છે. જેનું કારણ હોય છે અનહેલથી ડાયટ અને એક્સરસાઇઝનો અભાવ. આ સમસ્યાને બ્લોટીંગ કહેવાય છે. આ સમસ્યામાં પેટ જ્યારે હદ કરતાં વધારે ભરાઈ જાય છે તો પેટ ફૂલી જાય છે. આ તકલીફને જો ગણતરીની મિનિટોમાં દૂર કરવી હોય તો રસોઈમાં વપરાતી આ પાંચ વસ્તુનો ઉપયોગ કરવો. 

આદુ 

1/6
image

રસોઈમાં વપરાતું આદુ પેટની તકલીફ માટે ફાયદાકારક છે. આદુની હર્બલ ચા બનાવીને પીવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ બરાબર કામ કરતી થઈ જાય છે અને બ્લોટીંગ દૂર થાય છે. 

વરીયાળી 

2/6
image

વરીયાળી નેચરલ માઉથ ફ્રેશનર છે. તેનાથી મોઢાની વાસ દૂર થાય છે. તેની સાથે પાચનની તકલીફ પણ દૂર થાય છે. બ્લોટીંગ ની તકલીફમાં વરીયાળી ચાવીને ખાવાથી રાહત થાય છે. 

ફુદીનો 

3/6
image

ફુદીનામાં આયુર્વેદિક ગુણ હોય છે અને તેની તાસીર ઠંડી હોય છે. તે પેટને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. એક કપ પાણીમાં ફુદીનાના પાન ઉપાડીને ગરમ ગરમ પી લેવાથી બ્લોટીંગ મટે છે. 

જીરુ 

4/6
image

પેટ ફુલવાની તકલીફથી તુરંત રાહત મેળવવી હોય તો જીરાનો ઉપયોગ કરી શકાય છે. એક ચમચી જીરાને એક કપ પાણીમાં મિક્સ કરી બરાબર ઉકાળો. આ પાણી હુંફાળું હોય ત્યારે ધીરે ધીરે પી લેવું.   

લીંબુ 

5/6
image

લીંબુ પાચનતંત્ર માટે ફાયદાકારક છે. પેટ ફુલવાની સમસ્યા હોય તો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પી લેવું. બ્લોટીંગ થી તુરંત રાહત મળશે.

6/6
image