સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે 10 હજાર કરોડના MoU

ગુજરાત સરકાર અને સુઝુકી મોટર્સ વચ્ચે આ એમઓયુ થયા છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકાર વતી આ એમઓયુ કર્યાં છે. 
 

સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે 10 હજાર કરોડના MoU

બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ જાપાનના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. દિલ્હીમાં ભારત-જાપાન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જાપાનના પીએમ સાથે તેમના દેશનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. આ દરમિયાન ભારત-જાપાન વચ્ચે વિવિધ એમઓયુ થયા છે. તો જાપાનની સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે 10 હજાર કરોડના એમઓયુ સહી કરવામાં આવ્યું છે. સુઝુકી મોટર્સ ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપશે તે માટે આ એમઓયુ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં થશે નવા પ્લાન્ટની સ્થાપના
ગુજરાત સરકાર અને સુઝુકી મોટર્સ વચ્ચે આ એમઓયુ થયા છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકાર વતી આ એમઓયુ કર્યાં છે. આ હેઠળ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે. વિરમગાર માંડલ પાસે આવેલી જાપાન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ પાસે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. 

સુઝુકી મોટર્સના આ નવા પ્લાન્ટમાં 2026 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરીનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તો ગુજરાતમાં જ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનો પણ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ક્રેપ પોલિસી અંતર્ગત જુના વાહનોના રિસાયકલિંગ અને ડિસમેન્ટલિંગ માટે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં દિલ્હી ખાતે આ એમઓયુ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news