ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવારમાં 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, કેશોડના ખીરસગા ગામની ઘટના

જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસગા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ આ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.

 ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવારમાં 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, કેશોડના ખીરસગા ગામની ઘટના

અશોક બારોટ, જૂનાગઢઃ રાજ્યમાં ફરી ફૂડ પોઈઝનિંગની ગટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસરા ઘેડ ગામે ધાર્મિક કાર્યક્રમમાં આયોજીત જમણવારમાં 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. આ તમામ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં ખીરસરા ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલ જમણવારમાં 11 બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી. આ તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ફૂડ પોઈઝનિંગ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે. ધાર્મિક કાર્યક્રમના જમણવારમાં 11 બાળકોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી સાત બાળકીઓને કેશોદ સિવિલ હોસ્પિટલ અને અન્ય ચાર બાળકીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

ખીરસરા ઘેડના રેખાબેન સીધપરાએ જણાવ્યું હતું કે ખીરસરા ઘેડ ગામે વાડી વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો જમવા ગયા હતા જ્યાં તેને જમ્યા બાદ ઉલ્ટી થઈ હતી. અને બાળકોને સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. છ થી સાત દીકરીઓને અહીં કેશોદ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે અને અન્ય બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

કેશોદ સિવિલ હોસ્પિટલના ડો. એન.જી ડાભીએ જણાવ્યું હતું કે કેશોદ તાલુકાના ખીરસરા ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં 30 જેટલી બાળકીઓનુ જમણવાર રાખવામાં આવ્યું હતું. જેમાંથી 11 જેટલી દીકરીઓને જમ્યા બાદ પેટમાં દુખાવો અને ઉલટી થઈ હતી. આ મામલે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. હાલ જે બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તેને સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ સાત જેટલી બાળકીઓને કેશોદ સિવિલ હોસ્પિટલ અને અન્ય ચાર બાળકીઓને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ મામલે હાલ અન્ય બાળકોનુ સ્ક્રિનિંગ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news