અમદાવાદના નવા 13 કેસ લોકલ ટ્રાન્સમીશનથી, શહેરમાં કુલ 77 સંક્રમિતો
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના વાયરસને રોકવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે, છતાં શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કુલ નવા 19 કેસો નોંધાયા જેમાં 13 કેસ તો માત્ર અમદાવાદના છે. આ સાથે શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. આજે જે નવા કેસ નોંધાયા તેમાંથી સાત કેસનો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે.
અમદાવાદમાં કુલ 77 કેસ
ગુજરાતના અડધા કેસ તો માત્ર અમદાવાદમાં જોવા મળી રહ્યાં છે. અહીં દરરોજ કેસમાં મોટો વધારો થતો જાય છે. અત્યાર સુધી કુલ 77 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસને કારણે શહેરના કેટલાક વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાએ પણ કોરોના વાયરસને રોકવા માટે વધુમાં વધુ ટેસ્ટીંગ કરવાની યોજના બનાવી છે.
કોરોના વાયરસ સામે લડવા અમદાવાદ કોર્પોરેશને મોબાઇલ ટેસ્ટીંગ વાન કરી લોન્ચ
આજના તમામ કેસો લોકલ ટ્રાન્શમીશનના
અમદાવાદમાં અત્યાર સુધી નોંધાયેલા મોટા ભાગના કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. આજે નોંધાયેલા તમામ 13 કેસ પણ લોકલ ટ્રાન્શમિશનના છે. આજે જુહાપુરા, જસોદાનગર, કાલુપુર, બોડકદેવ જેવા વિસ્તારોમાં કેસ સામે આવ્યા છે.
મોબાઇલ વાનમાં શરૂ કરાશે ટેસ્ટિંગ
અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. જેથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વધુમાં વધુ ટેસ્ટ કરવા માટે મોબાઇલ ટેસ્ટીંગ વાન શરૂ કરવામાં આવી છે. આ વાનમાં ડોક્ટરો સહિતનો સ્ટાફ 24 કલાક હાજર રહેશે. વાન અમદાવાદના વિવિધ ઝોનમાં ફરશે. આ વાન કન્ફર્મ કે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો, ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરેલા વિસ્તારના લોકો, હેલ્થ વિભાગના સર્વે દરમિયાન રીફર કરાયેલા લોકોનો ટેસ્ટ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે