ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપનાં 3 ઉમેદવારોની જીત, કોંગ્રેસનાં એક ઉમેદવારની હાર
રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે સવારે 9 વાગ્યે શરૂ થયેલું મતદાન 4 વાગ્યે પુર્ણ થયું હતું. ત્યાર બાદ સાંજનાં 5 વાગ્યે મતગણતરીમાં શરૂ કરવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીનાં કારણે વિલંબ થયો હતો. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસનાં તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. મતગણતરી માટે લીલીઝંડી આપતા મતગણતરીની પ્રક્રિયા ચાલુ થઇ હતી. ત્યાર બાદ રાતનાં સવા દસ વાગ્યે રાજ્યસભાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપના નરહરી અમીન, અભય ભારદ્વાજ અને રમીલા બેન બારાનો વિજય થયો હતો. જ્યારે શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. ભરતસિંહ પરાજિત થયા છે.
Trending Photos
અમદાવાદ : રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે સવારે 9 વાગ્યે શરૂ થયેલું મતદાન 4 વાગ્યે પુર્ણ થયું હતું. ત્યાર બાદ સાંજનાં 5 વાગ્યે મતગણતરીમાં શરૂ કરવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીનાં કારણે વિલંબ થયો હતો. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસનાં તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. મતગણતરી માટે લીલીઝંડી આપતા મતગણતરીની પ્રક્રિયા ચાલુ થઇ હતી. ત્યાર બાદ રાતનાં સવા દસ વાગ્યે રાજ્યસભાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપના નરહરી અમીન, અભય ભારદ્વાજ અને રમીલા બેન બારાનો વિજય થયો હતો. જ્યારે શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. ભરતસિંહ પરાજિત થયા છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારોની જીત નક્કી જોવા મળી રહી છે.. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણીમાં કોંગ્રેસના એક જ ઉમેદવારની જીત થશે.. નરહરી અમિનને 33 મત મળતા જીત નક્કી જોવા મળી રહી છે.. જ્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ અને રમિલાબેનની જીત નક્કી છે.. તો બીજી તરફ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી છે.. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરતસિંહ સોલંકીને 30 મત મળ્યાની સંભાવના છે.. ભરતસિંહને ઓછા મત મળતા હારની સંભાવના છે.
રાજ્યસભા જંગમાં ભાજપે જે કહ્યું હતું તે કરી બતાવ્યું હતું અને પોતાનાં ત્રણેય ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરી હતી. જ્યારે કોંગ્રેસ ફરી એકવાર ઉંઘતુ ઝડપાયું હતું અને તેનાં જ સાથી પક્ષોએ જ કોંગ્રેસને દગો આપ્યો હતો. પોતાના જ સાથી પક્ષો દ્વારા ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસનાં ભરતસિંહને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે શક્તિસિંહને રાજ્યસભાની ચૂંટણી જીતી હતી.
BTP એ મતદાન નહી કરીને અમીનની જીતનો રસ્તો ખોલ્યો
ભાજપનાં અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાએ 36-36 મત દ્વારા જીત પ્રાપ્ત કરી લીધી હતી. જો કે નરહરી અમીનને આ સ્થિતીમાં 32 જ મત મળે તેવી શક્યતા હતા. જો કે નરહરી અમીનને ઘટતા મત ભાજપનાં વિજેતા ઉમેદવારનાં બે મત ટ્રાન્સફર થતા તેની જીત થઇ હતી. કોંગ્રેસનાં વિજયી ઉમેદવાર શક્તિસિંહને 36 જ્યારે ભરતસિંહને 30 જ મત મળ્યાં હતા. તેમને જીત માટે 34 મતની જરૂર હતી. જો કે કાંધલ જાડેજાનો મત તો મળ્યો પરંતુ બીટીપીનાં 2 ધારાસભ્યોએ મત નહી આપીને અમીનને જીતાડવામાં પરોક્ષ રીતે મદદ કરી હતી. જ્યારે કોંગ્રેસનાં 8 ધારાસભ્યોના રાજીનામા ભરતસિંહ સોલંકીની હાર માટે જવાબદાર ઠર્યા હતા.
નામ | મળેલા મત | સ્થિતી |
અભય ભારદ્વાજ (ભાજપ) | 36 | જીત |
રમીલાબેન બારા (ભાજપ) | 36 | જીત |
નરહરી અમીન (ભાજપ | 36 | જીત |
શક્તિસિંહ ગોહીલ (કોંગ્રેસ) | 36 | જીત |
ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ) | 32 | હાર |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે