પંચમહાલ: કાલોલ નજીક ભેદી બ્લાસ્ટથી ખળભળાટ! 25 કિ.મી સુધી મકાનો અને ફેક્ટરીની દીવાલો ધ્રુજી ઉઠી
મલાવ સહિત આસપાસના 20થી 25 કિ.મી સુધીના વિસ્તારમાં કંપનની અસર જોવા મળી છે. કાલોલના મલાવ નજીક ભૂકંપ આવ્યો હોય તેવો ધડાકો થતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/પંચમહાલ: ફરી એકવાર કાલોલમાં ભેદી બ્લાસ્ટ થયો છે. કાલોલના મલાવ નજીક ભેદી ધડાકો થતા દોડધામ મચી જવાની ઘટના બની છે. મલાવ સહિત આસપાસના 20થી 25 કિ.મી સુધીના વિસ્તારમાં કંપનની અસર જોવા મળી છે. કાલોલના મલાવ નજીક ભૂકંપ આવ્યો હોય તેવો ધડાકો થતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે બપોર બાદ કાલોલના મલાવ નજીક ભેદી ધડાકો થયો હતો. જેના કારણે મલાવ સહિત આસપાસના 20થી 25 કિ.મી સુધીના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મલાવ સહિત આસપાસના ગ્રામજનો ધડાકા દિશા તરફ તપાસ માટે દોડી આવ્યા હતા. પાણી પુરવઠા વિભાગના સંપ બનાવવાની કામગીરી દરમ્યાન ભૂકંપ જેવો ધડાકો થયો છે. વિભાગની એજન્સી દ્વારા અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવાની કામગીરી દરમ્યાન પથ્થર તોડવા માટે ધડાકો કરાયો છે.
આ ધડાકાથી મસ મોટા પથ્થરો 500 મીટર દૂર સુધી હવામાં ફંગોળાયા હતા. એટલું જ નહીં, આજુ- બાજુના મકાનો અને ફેકટરીઓ પણ ભેદી ધડાકાથી ધ્રુજી ઉઠી હતી. આ ભેદી ધડાકોમાં જાણવા મળી રહ્યું છે કે મર્યાદા અને મંજૂરી કરતા ખૂબ જ વધુ માત્રામાં વિસ્ફોટકનો ઉપયોગ પથ્થર તોડવા કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે સમગ્ર ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે