રૂવાડાં ઉભા કરી દે તેવો અકસ્માત; રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીને કાર ચાલકે ફૂટબોલની જેમ ઉછાવ્યો, દર્દનાક મોત
સુરતના અડાજણ -પાલ રોડ પર આવેલા ગૌરવપથ ઉપર ફોર વ્હીલ કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
Trending Photos
ચેતન પટેલ/સુરત: અડાજણ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પાલ પોલીસ દ્વારા ફોર વ્હીલ કારના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ જ હતું. જ્યાં આરોપીની ફોર વ્હીલ કારની સ્પીડ કેટલી હતી તે અંગેની પણ તપાસ પાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતના અડાજણ -પાલ રોડ પર આવેલા ગૌરવપથ ઉપર ફોર વ્હીલ કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.. ઘટના બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે ગંભીર અકસ્માતની આ ઘટનામાં મોપેડનો ખુદડો બોલાઈ ગયો હતો. ઘટના અંગે પાલ પોલીસ દ્વારા હિટ એન્ડ રનની ઘટનાનો વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન સામે આવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે કારચાલકની ઓળખ થઈ શકી હતી. જ્યાં કારના રજીસ્ટ્રેશન નંબર ના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી. પાલ પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે જે કાર વડે અકસ્માત થયું છે તે કારનો ચાલક દેવ નીતિનભાઈ પટેલ નામનો ઇસમ છે. જેથી પોલીસે આરોપીની તેના નિવાસસ્થાન ખાતેથી ધરપકડ કરી હતી.
વધુમાં પાલ પોલીસે જણાવ્યું હતું કે આરોપી દેવ નીતિન પટેલ પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ જ છે.જે પુરપાટ ઝડપે કાર હંકારતા આ ઘટના બનવા પામી હતી. આ ઘટના અન્ય વાલીઓ માટે પણ ચેતવણી સમાન છે. જે વાલીઓ પોતાના બાળકોને માત્ર લર્નિંગ લાઇસન્સ ની ઉંમરે જ ભારે વાહનો ચલાવવા આપી દેતા હોય છે અને પરિણામે આ પ્રકારની ઘટનાઓ બને છે. જેથી આવા વાલીઓએ પણ ચેતી જવાની જરૂર છે.
હાલ તો હિતેન્દ્રની આ ઘટનામાં કારચાલક દેવ નીતિન પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ કાર કેટલી સ્પીડમાં હતી તે અંગેની જાણકારી મેળવવા એસએફએસએલની પણ મદદ લેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે