કોરોના કરતાં ખતરનાક છે ચાંદીપુરા વાયરસ! ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા, જાણો વિગતે
રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી 10 બાળકના મોત આ વાયરસને કારણે થયા હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
Chandipura Virus: ચાંદીપુરા વાઈરસે ગુજરાતમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી 10 બાળકના મોત આ વાયરસને કારણે થયા હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગરમાં આ વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ જિલ્લામાં અનેક બાળકોની સારવાર હાલ ચાલી રહી છે.
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકનાં અને આજે એટલે કે 17 જુલાઈએ 6 બાળકોના મોત થયા છે. જેમાં ગોધરાના 1, ગાંધીનગરના 2 અને મહેસાણાનાં 1 બાળક સહિત અન્ય બે બાળકના મોત થયા છે. અત્યાર સુધીમાં 26 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાંથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આમ 17 જુલાઈના રાતના 12 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 6 બાળકના મોત થઈ ગયા છે.
આ વાયરસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. કોરોના જેવો જ વધુ એક ખતરનાક વાયરસ હાલ ગુજરાતના કેટલાક જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ બાળકોને ટાર્ગેટ કરે છે. સમયસર સારવાર ન મળે તો જીવ પણ લે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં કેટલાક બાળકો આ વાયરસને કારણે મોતને ભેટ્યા છે.
આ વાયરસ ખાસ મચ્છર અને માખીને કારણે થાય છે. અને ચોમાસાની ઋતુમાં બાળકોમાં વધારે જોવા મળી રહી રહ્યો છે. 9 મહિનાથી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. આ વાયરસથી મોત કેવી રીતે થાય છે તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી પહેલા ચાંદીપુરા વાયરસના લક્ષણો તમે જાણી લો તો ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી, અશક્તિ આ તમામ તેના લક્ષણો છે.
ગાંધીનગરમાં 15 માસની બાળકીનું મોત
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસનો પગ પેસારો થયો છે. આજે(17 જુલાઈ, 2024) ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સ પાસેના છાપરા વાસમાં 15 મહિનાની બાળકી શંકાસ્પદ વાઇરસની ઝપેટમાં આવી હતી, જેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે તેમજ બાળકીનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.
વડોદરાની SSGમાંથી 7 સેમ્પલ પુણે મોકલાયાં
વડોદરાની સર સયાજી રાવ જનરલ(SSG) હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં બાળરોગ વિભાગમાં કેટલાક કેસો સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ તમામ શંકાસ્પદ છે. હાલમાં ચાર દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી બે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે 2 બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે. બીજી બાજુ આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો છે.
આ વાયરસના નામનો ઈતિહાસ પણ તમે જાણી લો. વાયરસનો સૌથી પહેલો કેસ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં નોંધાયો હતો, 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો, 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા, ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા, ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો અને આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયું.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
- ઝાડા
- ઉલટી
- તાવ
- બેભાન થવું
- ખેંચ આવવી
- અશક્તિ
વાયરસનું નામ ચાંદીપુરા કેમ?
- સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં આ વાયરસ ફેલાયો
- 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો
- 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા
- ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા
- ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો
- આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયો
ચાંદીપુરા નામના આ વાયરસથી હાહાકાર છે તો ત્યારે આ મામલે સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગના નમૂના પુનઃ તપાસ માટે મોકલાયા છે. જે બાળકનું મોત થયું તે કારણ જાણવા તપાસ ચાલી રહી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર અને માંખીને કારણે ફેલાય છે. ખાસ જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય ત્યાં આ ચેપી રોગ ફેલાવાની શક્યતા રહે છે. સાથે જ ખાસ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં આ વાયરસની વધારે અસર થાય છે. ત્યારે વાયરસથી બચવા માટે બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરાવો, રાત્રે સુતા સમયે મચ્છરજાળીનો ઉપયોગ કરો અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે દવાનો છંટકાવ કરવો. જો સામાન્ય સાવચેતી રાખીએ તો આ વાયરસથી બચી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે