અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા

Adani Total Gas : અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્લાન્ટ શરૂ કર્યો. કંપનીએ શાંતિગ્રામ પ્લાન્ટમાં 2.2-2.3% ગ્રીન હાઇડ્રોજનને પાઇપ્ડ નેચરલ ગેસ સાથે મિશ્રિત કરવાનું શરૂ કર્યું છે

અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા

Indias biggest hydrogen blending : અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં તેની શાંતિગ્રામ સુવિધામાં ભારતની સૌથી મોટી હાઇડ્રોજન બ્લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરી છે. અહીં હાઈડ્રોજનનું ઉત્પાદન પણ થશે. કંપનીએ આ જાણકારી આપી છે. આ પ્રોજેક્ટ 4,000 ઘરેલું અને વ્યાપારી ગ્રાહકોને હાઇડ્રોજન મિશ્રિત કુદરતી ગેસ પ્રદાન કરશે.

કંપનીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ સુવિધા બનાવવાનો નિર્ણય કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા સોલ્યુશન્સમાં સંક્રમણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. સુવિધાના ઉદઘાટન સમયે પ્રણવ અદાણી, સંગ રત્નમ, અરુણ શર્મા, સુરેશ પી મંગલાની ઉપસ્થિત રહ્યા હતા. કંપનીએ શાંતિગ્રામ પ્લાન્ટમાં 2.2-2.3% ગ્રીન હાઇડ્રોજનને પાઇપ્ડ નેચરલ
ગેસ સાથે મિશ્રિત કરવાનું શરૂ કર્યું છે.

પરીક્ષણો દર્શાવે છે કે પાઇપલાઇન અથવા સાધનોને નુકસાન પહોંચાડ્યા વિના 10% સુધી હાઇડ્રોજન કુદરતી ગેસ સાથે મિક્સ શકાય છે. પાઇપલાઇન અને સાધનોની ગુણવત્તામાં સુધારો કરીને અને દિવાલની જાડાઈમાં ફેરફાર કરીને, હાઇડ્રોજન મિશ્રણની માત્રા 3 ગણી સુધી વધારી શકાય છે.

અદાણી ગ્રુપ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે
જ્યારે હાઇડ્રોજનને ગ્રીન વિકલ્પોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, ત્યારબાદ મોટા પ્રમાણમાં ગરમી અને વીજળી ઉત્પન્ન કરવા માટે કુદરતી ગેસ પાઇપલાઇન્સમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, તે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડે છે.

અદાણી ટોટલ ગેસે પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'નેચરલ ગેસ સાથે હાઇડ્રોજનનું મિશ્રણ કરીને અમે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરી રહ્યા છીએ. આ રીતે અમે પ્રધાનમંત્રીના ટકાઉ વિકાસના વિઝનને સમર્થન આપી રહ્યા છીએ.

અગાઉ સપ્ટેમ્બરમાં, અદાણી ટોટલ ગેસે 'ઓવરઓલ ફાઇનાન્સિંગ નેટવર્ક' સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી કંપનીને બિઝનેસ પ્લાનના આધારે ભવિષ્યમાં ભંડોળ એકત્ર કરવાની સુવિધા મળી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાત કહેવામાં આવી છે. આ કંપનીને 13 રાજ્યોમાં 34 GA (ભૌગોલિક વિસ્તારો)માં તેના શહેર ગેસ વિતરણ નેટવર્કને વિસ્તારવામાં મદદ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news