અમદાવાદમાં ક્યાં ચાલે છે નશાનો કાળો કારોબાર! ક્રાઇમ બ્રાન્ચે 28 લાખના MD ડ્રગ્સ સાથે 4ને દબોચ્યા
પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ચારેય આરોપીઓ પૈકી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ છેલ્લા આઠ માસથી ચારેક વખત MD ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યો છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં આવતા MD ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરાઈ છે. પકડાયેલ આરોપીઓ પૈકી રાજા બાબુ પોલીસનો બાતમીદાર પણ રહી ચુકેલો અને લાલ દરવાજા પાથરણા ચલાવતો પણ લોકડાઉનમાં ધંધો અને અન્ય ગરીબો પાસેથી ઉઘરાણા આવતા બંધ થઈ જતા MD ડ્રગ્સના કાળા કારોબારમાં લાગી ગયો હતો.
પોલીસે ધરપકડ કરેલ ચારેય આરોપીઓના નામ ઈદ્રિશ ઉર્ફે ઇદુ શેખ, મોહમદ ઇરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મુંબઈ થી અમદાવાદ નજીક રોપડા ચાર રસ્તા પાસે કેટલાક શખ્સો ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા છે. જેને પગલે આ કાર આવતા જ ફિલ્મી ઢબે તેનો પીછો કરી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી અને 28 લાખનું રૂપિયા કિંમતનું 289 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડ્યું હતું.
પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ચારેય આરોપીઓ પૈકી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ છેલ્લા આઠ માસથી ચારેક વખત MD ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યો છે. અને આ ડ્રગ્સ આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ લાવતા બાદમાં છૂટક વેચાણ કરતા. પોલીસે પકડ્યા તે પહેલા આરોપીઓ મુંબઈ MD ડ્રગ્સનો જથ્થો આદિલ કે જે ડોંગરી મુંબઇનો છે તેની પાસેથી લેવા ગયા. ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસી સુરત આવ્યા અને બાદમાં આરોપી ધનુષ અને મનુ સુરત હાઇ-વેથી બને મુખ્ય પેડલરોને ગાડી મારફતે અમદાવાદ લઈને આવતા જ ઝડપાઇ ગયા હતા.
પકડાયેલ ચારેય આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમદાવાદમાં તેમના વિરુદ્ધ ફરિયાદો પણ નોંધાઈ ચુકેલી છે. આ આરોપીઓ પૈકી ઈદ્રિશ વિરુદ્ધ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના અને ક્રાઇમ બ્રાન્ચમાં હથિયારના ગુનામાં ઝડપાઇ ચુકેલો છે. જ્યારે રાજાબાબુ કારંજમાં જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયો હતો.
મહત્વનું છે કે આરોપી રાજાબાબુ લાલદરવાજામાં પાથરણા પાથરી હરાજીનો ધંધો કરતો હતો. સાથે જ અન્ય પાથરણાવાળાઓ પાસે પણ હપ્તા ઉઘરાવી આતંક મચાવતો હતો. પણ કારંજના પૂર્વ પોલીસ અધિકારીઓના પીઠબળથી રાજાબાબુનું વર્ચસ્વ વધ્યું હતું. ત્યારે અધિકારીઓ બદલાતા આરોપી રાજાબાબુ બીજી પત્ની સાથે કારંજ વિસ્તાર છોડી જુહાપુરા રહેવા લાગ્યો અને લોકડાઉનમાં લોકો હપ્તો ન આપતા આરોપી MD ડ્રગ્સનો પેડલર બનવાની સાથે બંધાણી થઈ ગયેલો. તો આરોપી ઈદ્રિશની પત્ની ખુશ્બુ પણ અગાઉ MD ડ્રગ્સનો કારોબાર કરતી હતી. ત્યારે ધનુષ અને મનુ રબારી થોડા સમયથી ડ્રગ્સના રવાડે ચઢતા તેઓ પણ પેડલર બનવા જઈ રહ્યા હતા તે પહેલા જ ઝડપાઇ ગયા.
પોલીસે પકડેલા આરોપીઓમાંથી ધનુષને કમિશન પેટે રૂપિયા નહિ પણ 20 ગ્રામ ડ્રગ્સ માંગ્યું હતું. ત્યારે આગામી સમયમાં મુંબઈનો ડ્રગ પેડલર આદિલ ક્યારે પકડાય છે તે જોવુ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે