અમદાવાદમાં થયેલી 50 લાખની લૂંટનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો, 29 દિવસમાં 150 કિ.મીના કેમેરા ચેક કર્યા, પછી...
ગત 28 એપ્રિલના રોજ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને નવરંગપુરામાંથી 50 લાખની લૂંટ કરી હતી અને ત્યારબાદ ત્યાંથી આણંદ ભાગી ગયો હતો. આરોપીઓ લૂંટ કર્યા બાદ રૂપિયા પણ અંદરો અંદર ભાગ પાડી લીધો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે 50 લાખની લૂંટ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને 35 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે આરોપીઓને પકડવા માટે પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા. કોણ છે આરોપીઓ અને કઈ રીતે બચવા કર્યા પ્લાન.
પોલીસની ગીરફતમાં આવેલા બન્ને આરોપીઓ છે વિશાલ સિંધી અને પ્રતીક પાનવેકર.. વિશાલ પોતાની ગેંગ ચલાવે છે તેને એવો વહેમ હતો કે તેને પોલીસ ક્યારે પકડી શકે નહિ. આરોપીએ ગત 28 એપ્રિલના રોજ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને નવરંગપુરામાંથી 50 લાખની લૂંટ કરી હતી અને ત્યારબાદ ત્યાંથી આણંદ ભાગી ગયો હતો. આરોપીઓ લૂંટ કર્યા બાદ રૂપિયા પણ અંદરો અંદર ભાગ પાડી લીધો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ એટલા ચાલાક છે કે લૂંટ કર્યા બાદ બીજા જિલ્લામાં જતા રહ્યા હતા અને એ પણ હાઈ-વે નહિ પરંતુ અંદરના રસ્તે જતાં હતાં. આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વારંવાર કપડા, જૂતા બદલી લેતા હતા અને ચહેરોના આવે તેનું પણ ધ્યાન રાખતા હતા. આરોપીઓને પકડવા પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યો હતા. આરોપી વિશાલે લુંટના રૂપિયાથી એક બાઈક પણ લીધી હતી.
નોંધનીય છે કે, આરોપી વિશાલ સિંધી અગાઉ પણ 2 લૂંટ કરી ચૂક્યો હતો, પરંતુ પકડાયેલ નહિ. જેથી તેને એવું હતું કે તેને કોઈ પકડી શકશે નહિ. હાલ પોલીસ ફરાર અન્ય આરોપી પવન સિંધી અને અને અન્ય એક આરોપીની તપાસ તે જ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે