અમદાવાદને નશીલુ બનાવતી સ્વરૂપવાન મહિલાઓ, SOG ક્રાઇમે 6 માસમાં નશાનો સોદો કરનાર 9 મહિલા ડ્રગ્સ પેડલર પકડી

Ahmeabad Latest New : અમદાવાદમાં ડ્રગ્સ ફેલાવવાનું કામ હવે યુવતીઓના હાથમાં સોંપાયું છે, આખરે કોણ છે જે સ્વરૂપવાન યુવતીઓ દ્વારા અમદાવાદને નશીલુ બનાવવા માંગે છે

અમદાવાદને નશીલુ બનાવતી સ્વરૂપવાન મહિલાઓ, SOG ક્રાઇમે 6 માસમાં નશાનો સોદો કરનાર 9 મહિલા ડ્રગ્સ પેડલર પકડી

Ahmedabad Crime News મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કમાં હવે મહિલાઓ પણ સક્રિય થઈ છે. જુહાપુરા વિસ્તારમાં એક મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ડ્રગ્સ પેડલરને SOG ક્રાઇમે પકડી છે. જોકે બીમારીના ઈલાજ માટે પૈસા બનાવવા ડ્રગ્સ પેડલર બની હોવાનું રટણ મહિલા પોલીસ સમક્ષ કરી રહી છે. જો કે SOG ક્રાઇમે 6 માસમાં નશાનો સોદો કરનાર 9 મહિલા ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ કરી મહિલાઓના ડ્રગ્સ નેટવર્ક પકડવામાં સફળતા મળી છે.

SOG દ્વારા મહિલા ડ્રગ પેડલર પરવીનબાનું બલોચની ધરપકડ કરાઈ છે. જે ઘરમાં નશાનો સોદો કરતી હતી. SOG ક્રાઇમને બાતમી મળી હતી કે, જુહાપુરામાં સંકલિત નગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે. SOG રેડ કરતા પરવીનબાનું નામની મહિલા ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાઇ. તેની પાસેથી 3.49 લાખનું MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. છેલ્લા 4 માસથી આ મહિલા પોતાના ઘરમા ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું ખુલ્યું છે. SOG ક્રાઇમે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલા પરવીનબાનું અને તેનો પતિ મોહસીનખાન બલોચ જુહાપુરા રહે છે અને તેમને કોઈ સંતાન નથી. જોકે પતિ પણ ડ્રગ્સની લતવાળો છે. જ્યારે પરવીનબાનુને ટીબીની ગાંઠ થતી હોવાથી તેના ઓપરેશન માટે એક લાખનો ખર્ચ છે. જેથી તે ડ્રગ્સ પેડલર બનીને રૂપિયા કમાવવાનું શરૂ કર્યું હતું. વટવામાં સેજાદખાન પઠાણ પાસેથી રૂપિયા 20 હજારમાં ડ્રગ્સ ખરીદીને લાવી હતી. અને 50 હજાર સુધીમાં વેચાણ કરતી હતી. તેના ગ્રાહકો ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા. SOG ક્રાઇમે આ ડ્રગ્સ નેટવર્ક કેવી રીતે બનાવ્યું અને કેટલા ગ્રાહકો ડ્રગ્સ લઈ જાય છે તેની તપાસ શરૂ કરી. આ ઉપરાંત ડ્રગ્સ આપનાર વોન્ટેડ સેજાદખાન પઠાણની શોધખોળ શરૂ કરી

ડ્રગ્સ નેટવર્કમાં મહિલાની સંખ્યા વધી છે. છેલ્લા 6 માસમાં SOG ક્રાઇમે 9 મહિલા ડ્રગ્સ પેડલર ઝડપી છે

21 જુલાઈ
એસજી હાઇવે નજીક જાહેરમાં ડ્રગ્સ સાથે ચાંદખેડાની હરપ્રિતકૌર સહોતા નામની મહિલા ઝડપી તેની પાસેથી 1.55 લાખનું MD ડ્રગ્સ મળ્યું

22 જુલાઈ
કાલુપુરમાં રેલવે સ્ટેશન નજીક સોલૈયામાલ સુબ્રમણ્યમ, પૂજા ગોયલ અને શેલવી નાયડુ નામની મુંબઈની 3 મહિલાને 3.96 લાખના 39 કિલો ગાંજો સાથે ધરપકડ કરાઈ

23 ઓગસ્ટ
કાલુપુર ભંડેરી પોળ નજીક ડ્રગ્સ માફિયા અમીનાબાનું ઉર્ફે ડોન પઠાણ નામની મહિલાની ધરપકડ કરી. MD ડ્રગ્સના જથ્થા સહિત 3.13 લાખનો મુદામાલ જપ્ત કરાયો.આ મહિલા ડોન ડ્રગ્સનું નેટવર્ક ઉભું કરીને 100થી વધુ પેડલર બનાવ્યા હતા

21 નવેમ્બર
દાણીલીમડામાં નાઝીયા શેખ નામની મહિલાને કફ શિરપના જથ્થા સાથે પડકવામાં આવી

24 નવેમ્બર
ખાનપુરમાં રહેનુમા ઉર્ફે સિઝા ખાન નામની મહિલા ડ્રગ્સ પેડલરને 29 ગ્રામના MD ડ્રગ્સ સાથે પકડવામાં આવી

28 નવેમ્બર
કુબેરનગરમાં અફસાનાબાનું શેખ નામની મહિલાને એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા પેડલરની ધરપકડ કરી..જે દારૂની જેમ ડ્રગ્સનું વેચાણ કરતી હતી

9 ડિસેમ્બર
રામોલમાં જનતાનગરમાં ડ્રગ્સ કેસમાં મુંબઈની મહિલા ડ્રગ્સ પેડલર અમરીનખાન નું નામ ખુલ્યું. જે હજુ ફરાર હોવાથી SOG તપાસ શરૂ કરી

24 ડિસેમ્બર
SOG ક્રાઇમે મહિલા પેડલર પરવીનબાનુની ધરપકડ કરી. અમદાવાદ થી મુંબઈ સુધીના ડ્રગ્સ નેટવર્કમાં મહિલાઓનો નશામાં દબદબો વધી રહ્યો છે. SOG ની જુદી જુદી ટીમોએ આ નેટવર્કને લઈને સર્ચ શરૂ કર્યું

આમ એક પછી એક મહિલાઓને ઝડપી SOG એ મહિલા ડ્રગ સિન્ડિકેટ ની કમર તોડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news