ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, તમામ નીચલી કોર્ટોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે
નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિંટ, ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ કરવુ નહીં, સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ આ વિડીયો મુકશે તો તેની સામે કાયદા મુજબ પગલા લેવાશે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં સૌ પ્રથમ વાર રાજ્યમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ કરાશે. હાઈકોર્ટની રાજ્યની તમામ નીચલી કોર્ટોની કાર્યવાહીનું પણ હવે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 32 જિલ્લાઓની કોર્ટોમાં લાઈવ સ્ટ્રીમીગ માટેની ખાસ ગાઈડલાઇન્સ અને SOPને હાઈકોર્ટે મંજૂરી આપી છે. તમામ પક્ષકાર અને વકીલ આ લાઈવ સ્ટ્રીમીંગ જોઈ શકશે. લાઈવ સ્ટ્રીમિગમાંથી પોસ્કો, બાળકોને લગતા અને મહિલા તેમજ લગ્નજીવનને લગતા કેસો બાકાત રાખવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે તેની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિંટ, ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ કરવુ નહીં, સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ આ વિડીયો મુકશે તો તેની સામે કાયદા મુજબ પગલા લેવાશે.
પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્યમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ કરાશે. જે સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી દ્વારા બહાર પાડેલા મોડેલ રુલ્સના આધારે તૈયાર કરાઈ છે. રાજ્યની તમામ નીચલી કોર્ટોએ આ એસઓપી અને માર્ગદર્શિકાનુ પાલન કરવાનુ રહેશે. નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદીજુદી અદાલતો માટે જરુરી હાર્ડવેર અને સોફ્ટવેરને ઈન્સ્ટોલ કરાયા છે. આ બાબતને લઈને ટેસ્ટિંગ પણ કરાઈ ચુક્યું છે.
કયા કેસોને બાકાત રખાશે?
લગ્નજીવન સંબંધિત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, આઈપીસીની સેક્શન-376 હેઠળના સેક્સ્યુઅલ ગુનાઓ, મહિલાઓ વિરુદ્ધ જાતિ સંબંધિત ગુના, પોક્સોના કાયદા હેઠળના કેસ, જુવેનાઈલ જસ્ટિસ હેઠળના કેસ, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળના કેસ, ઈન-કેમેરા કાર્યવાહી, ક્રોસ એક્ઝામિનેશન સહિતના પુરાવાના રેકોર્ડીંગ, ચીફ જસ્ટિસની ખંડપીઠે કોઈ કેસમાં ખાસ આદેશ કર્યા હોય તેવા કેસની કાર્યવાહીને જીવંતપ્રસારણથી બાકાત રખાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે