રાજ્યના તમામ ધારાસભ્યો એક માસનો પગાર શહિદોને કરશે અર્પણ

ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો મળી પુલવામા થયેલા આતંકી હુમલામાંશહિદ થયેલા જવાનોના પરિવારને એક કરોડની સહાય કરશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત ગાંધીનગર ખાતે મળેલી ધારાસભ્યોની બેઠકમાં કરી હતી.  વિધાનસભાનું સત્ર ચાલુ થનાર છે. જેમાં મંગળવારે બજેટ પણ રજુ કરવામાં આવનાર છે. તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠક વિધાનસભામાં મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં બજેટ સત્રમાં સરકારની રણનિતી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 

રાજ્યના તમામ ધારાસભ્યો એક માસનો પગાર શહિદોને કરશે અર્પણ

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો મળી પુલવામા થયેલા આતંકી હુમલામાંશહિદ થયેલા જવાનોના પરિવારને એક કરોડની સહાય કરશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત ગાંધીનગર ખાતે મળેલી ધારાસભ્યોની બેઠકમાં કરી હતી.  વિધાનસભાનું સત્ર ચાલુ થનાર છે. જેમાં મંગળવારે બજેટ પણ રજુ કરવામાં આવનાર છે. તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠક વિધાનસભામાં મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં બજેટ સત્રમાં સરકારની રણનિતી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 

સરકારે કરેલા પ્રજલક્ષી કાર્યોની વિગત સવાલોના જવાબ રૂપે વિધાનસભા ગૃહમાં રાખવાની શાસક પક્ષની પ્રાથમિકતા રહેશે તેમજ ગૃહમાં ચર્ચા દરમ્યાન સરકારના કાર્યોને ઉજાગર કરવા પ્રાથમિકતા આપવી તે પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ પેપરલીક કાંડ, ખેડૂત, ભાજપનું કૉંગ્રેસીકરણ, ખરીદ વેચાણનાં આક્ષેપો, આતંકી ઘટના વગરે પર કૉંગ્રેસનાં આક્રમક પ્રહારો પર જવાબ કેમ આપવો તેનું માર્ગદર્શન પણ બેઠકમાં આપવમાં આવ્યું હતું.

આરોપીની કબૂલાત: 30 લાખ રૂપિયામાં છબીલ પટેલએ આપી હતી હત્યાની સોપારી

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાનો એક મહિનાનો પગાર પુલવામા અટેકમા શહિદ થયેલા જવાનોના પરિવારને આપવાનો નિર્ણય કર્યો હતો. વિધાનસભાના બજેટ સત્ર પહેલા યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો સાથે જ પાંચ દિવસના ટુંકા સત્રમાં સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરવામાં આવી પાંચ દિવસ મળનાર બેઠકમાં ખેડૂત, રોજગારી , ભ્રષ્ટાચાર મુદ્દે ઘેરાવ કરાશે રાજ્યના મુખેયમંત્રીએ પોતાના પ્રવચનમાં સ્વિકાર કર્યો છે. ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તે મુદ્દે પણ કોગ્રેસ સરકારને ઘેરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news