Cyclone Biparjoy: અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરશે તો...! ઘેટાં-બકરાં ઉડી જાય એટલો ભયંકર પવન ફૂંકાશે
Cyclone Biparjoy: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે કાચાં અને પતરાવાળા મકાનોને અસર થઈ શકે છે. માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપી છે. જો આમ કરવામાં ના આવે તો ઘેંટાં-બકરાં પણ ફંગોળાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
Trending Photos
Cyclone Biparjoy: 25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, કાચાં અને પતરાવાળા મકાનોને અસર થઈ શકે છે. માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપી છે. જો આમ કરવામાં ના આવે તો ઘેંટાં-બકરાં પણ ફંગોળાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતનો દરિયો પણ ઘૂંઘવશે અને ભારે મોજા ઉછળશે. 15, 16, 17 તારીખમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો, સાથે કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે.
બિપરજોયને ચક્રવાત પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાની અસર માત્ર કચ્છ જ નહીં, સાથે રાજસ્થાન અને યુપી સુધી અસર થશે. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસશે. 150-160 કિ.મીની ઝડપે વાવાઝોડાનો પવન ફૂંકાશે. ચારેબાજુ વાવાઝોડું કાળો કેર વર્તાવશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, વાવઝોડું એટલું ઘાતક છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. ભારે વરસાદ ગુજરાત તથા પાડોશી રાજ્યમાં થવાની આગાહી કરીને દેશના અડધા ભાગોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ જોવા મળશે. વાવાઝોડું જે જગ્યા પર ટકરાશે ત્યાં 15, 16 અને 17 તારીખ દરમિયાન ભારે પવન જોવા મળશે. જેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ જોવા મળશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. એટલું જ નહીં, ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 55-60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. જેમાં કાચાં અને પતરાવાળા મકાનોને અસર થઈ શકે છે. માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે