Gold Rate Today: રોકેટ સ્પીડથી વધતા ભાવ વચ્ચે સોનાએ આજે આપી રાહત, જાણો એક તોલા સોનાનો આજનો ભાવ

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત વધતા ભાવ વચ્ચે આજે જો કે થોડી રાહત જોવા મળી છે. ફટાફટ આજનો ભાવ શું છે તે જાણો. 

Gold Rate Today: રોકેટ સ્પીડથી વધતા ભાવ વચ્ચે સોનાએ આજે આપી રાહત, જાણો એક તોલા સોનાનો આજનો ભાવ

સોનાના ભાવમાં રેકોર્ડ હાઈવાળી તેજી જોવા મળી રહી છે. ઘરેલુ વાયદા બજાર અને શરાફા બજાર નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આમ તો 2800 ડોલરની આસપાસ જોવા મળી રહ્યું છે. પરંતુ ઘરેલુ બજારમાં વેપારીઓની સતત ખરીદીથી સોનાના ભાવ ચડી રહ્યા છે. આજે ગુરુવારે સોનું એપ્રિલ વાયદામાં નવા રેકોર્ડ હાઈ પર છે. જો તમારે પણ ખરીદવાનું હોય તો  ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો. 

વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું સવારે 10.30 વાગ્યાની આસપાસ 229 રૂપિયાની તેજી સાથે 80509 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે કાલે 80,280 રૂપિયાના ભાવ પર ક્લોઝ થયું હતું. ચાંદી આ સમયગાળામાં 414 રૂપિયાની તેજી સાથે 92,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર ચાલી રહ્યું હતું. કાલે તે 91,866 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 31 રૂપિયા ઉછળીને 81006 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે કાલે 80975 રૂપિયા પર ક્લોઝ થયું હતું. કાલે ઓપનિંગ રેટમાં સોનામાં 500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો જે જોતા આજે થોડી રાહત હોય તેવું જણાય છે. કારણ કે આજે મામૂલી વધારા સાથે ખુલ્યું છે. જ્યારે ચાંદી 920 રૂપિયા વધીને 91600 રૂપિયાની સપાટીએ પહોંચી છે જે કાલે 90680 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 30, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/tyxIUoWDiJ

— IBJA (@IBJA1919) January 30, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news