મોટી આગાહી! ઉત્તર-ઉત્તરપૂર્વના ભારે પવનો, અરબસાગરનો ટ્રફ, અલનીનો, કાતિલ ઠંડી અને માવઠું
Gujarat Weather Forecast : ગુજરાતના વાતાવરણમાં આવેલો પલટો સ્થિતિ પલટી શકે છે. ભારે પલનો, અલનીનો અસર, ઠંડીનો ચમકારો અને માવઠાનો માર. આ બધુ ભેગું થઈને મારી નાંખશે! હવામાન વિભાગને સાથે અંબાલાલ પટેલ પણ ઘાતક આગાહી ચુક્યા છે જાણીને ફફડી જશો.
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતના હવામાનમાં સતત આવી રહ્યો છે પલટો. સતત બદલાઈ રહી છે પવનની દિશા. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ઉત્તર-ઉત્તરપૂર્વના ભારે પવનો ફૂંકાઈ રહ્યાં છે. અરબ સાગરમાં પણ એક ટ્રફ સક્રિય બન્યો છે. જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યાં છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છેકે, અલનીનોને કારણે ઠંડીની અસરમાં ફેરફાર થશે. આગામી 8 જાન્યુઆરીએ માવઠાની શક્યતા પણ છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ જણાવ્યું છેકે, જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં મોટી નવાજૂની થશે. ગુજરાતે માવઠાનો માર સહન કરવો પડશે અને ઠંડીનો પારો પણ ગગડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થઇ શકે છે. અમદાવાદમાં આજે 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 8 જાન્યુઆરીના કમોસમી વરસાદની રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 9 અને 10 જાન્યુઆરીના વરસાદની શક્યતા નહિવત છે. આગામી 24 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેશે. ઉત્તર -ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. અરબસાગરમાં એક ટ્રફ સક્રિય છે. જેના કારણે તાપમાનમાં વધારો થશે. ડિસેમ્બરની જેમ જાન્યુઆરીમાં તાપમાન સામાન્ય થી ઊંચું રહેવાની શક્યતા છે. અલનિનોને કારણે ઠંડી ઓછી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. કચ્છમાં જાન્યુઆરી મહિનામાં તાપમાન સામાન્ય અથવા સામન્ય થી નીચું રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે.
એક દાયકામાં પહેલીવાર દોઢ મહિનો ઠંડી મોડી શરૂ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી ન પડવાની હવામાન ખાતાએ કરી આગાહી છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. આ વચ્ચે જ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી છે. આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે