અમદાવાદમાં બે દિવસ રોકાશે અમિત શાહ, બ્રિજનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી 3, 4 જુલાઇના રોજ અમદાવાદની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહનો આ પહેલો પ્રવાસ હશે. એટલે તેમના કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ ભાજપ પણ કામે લાગ્યું છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી 3, 4 જુલાઇના રોજ અમદાવાદની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહનો આ પહેલો પ્રવાસ હશે. એટલે તેમના કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ ભાજપ પણ કામે લાગ્યું છે.
રથયાત્રામાં મંગળા આરતી કરવાનો ક્રમ જાળવી રાખશે
અમિત શાહ 3 જુલાઇના રોજ અમદાવાદ પહોંચશે, જ્યાં તેઓ ઈન્કમટેક્સ ખાતે બનેલા બ્રિજનું ઉદઘાટન કરશે, તો સાથે જ પોતાના સંસદીય વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદઘાટન કરશે. 4 જુલાઇના રોજ સવારે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પણ અમિત શાહ ભાગ લેશે. રથયાત્રાના દિવસે મંગળા આરતીની પરંપરા અમિત શાહ આ વખતે પણ જાળવી રાખશે. અમિત શાહ પોતાના પરિવાર સાથે રથયાત્રાના દિવસે મંગળા આરતી કરતા હોય છે અને આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર તેઓ આ આરતી કરશે.
અમદાવાદમાં બ્રિજનું ઉદઘાટન કરશે
5 જુલાઇના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હોવાથી અમિત શાહ દિલ્હી પરત ફરશે. અમિત શાહ વર્ષોથી રથયાત્રાના દિવસે મંગળા આરતી કરતા રહ્યાં છે અને આ વખતે પણ તેઓ રથયાત્રાના આગલા દિવસે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમના હસ્તે ઈન્કમટેક્સ ચાર રસ્તા પર 60 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા પુલનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે. આશ્રમ રોડ પર ટ્રાફિકનો સમય ઘટાડવાના હેતુથી આ પુલનું નિર્માણ કરાયું છે. વર્ષ 2016-17માં આ પુલની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અમિત શાહનો આ પહેલો લોકાર્પણ કાર્યક્રમ હશે. તો સાથે જ તેમના સંસદીય વિસ્તાર એટલે કે ગાંધીનગર લોકસભા બેઠકના જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ધાટન કરશે. જેથી તેમના મતદારો સાથે સીધો સંપર્ક થઈ શકે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે