દાદાએ જે બેંકની સ્થાપના કરી, તે જ બેંકે પ્રપૌત્રને જાહેર કર્યો ડિફોલ્ટર
ડિલ્ફોટરની યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે. બિરલા ફેમિલા સભ્ય અને બિરલા સૂર્યા લિમિટેડના ડાયરેક્ટર યશોવર્ધન બિરલાને યૂકો બેંકે ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની કંપની 67.65 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ રહી, ત્યારબાદ તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. યશોવર્ધન બિરલા યશ બિરલા ગ્રુપના ચેરમેન પણ છે. બેંકે કહ્યું કે ખાતાને ત્રણ જૂન 2019ના રોજ NPA જાહેર કરવામાં આવ્યું.
Trending Photos
મુંબઇ: ડિલ્ફોટરની યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે. બિરલા ફેમિલા સભ્ય અને બિરલા સૂર્યા લિમિટેડના ડાયરેક્ટર યશોવર્ધન બિરલાને યૂકો બેંકે ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની કંપની 67.65 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ રહી, ત્યારબાદ તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. યશોવર્ધન બિરલા યશ બિરલા ગ્રુપના ચેરમેન પણ છે. બેંકે કહ્યું કે ખાતાને ત્રણ જૂન 2019ના રોજ NPA જાહેર કરવામાં આવ્યું.
બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે કલકત્તા સ્થિત યૂકો બેંકને બ્રાંચની માફકથી તેમને ઘણીવાર નોટીસ જાહેર કરવામાં આવ્યો. તેમછતાં તેમણે લોન ચૂકવી નથી. એનપીએમાં હાલ 67.65 કરોડ રૂપિયાની લોન અને તેમાં ન ચૂકવવામાં આવેલું વ્યાજ પણ સામેલ છે. તમને જાણીને આશ્વર્ય થશે કે બિરલા ગ્રુપના ઘનશ્યામ દાસ બિરલાએ 1943માં યૂકો બેંકની સ્થાપના કરી હતી. આજ તેમનો પ્રપૌત્ર યશોવર્ધન બિરલા બેંકનો ડિફોલ્ટર થઇ ગયા છે.
યૂકો બેંક ગત 14 ક્વાર્ટરથી નુકસાનમાં છે. તેનું NPA લગભગ 29 હજાર 888 કરોડ પર પહોંચી ગયું છે. બેંકર્સ અનુસાર કોઇ દેવેદારને ડિલ્ફોટર જાહેર કરવો એક પ્રક્રિયા છે જેમાં તેમણે પોતાની સ્થિતિને રજૂ કરવાની પર્યાપ્ત તક મળે છે. કોઇ દેવેદારને 'ડિફોલ્ટર' ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે તે જાણીજોઇને લોન ચૂકવવામાં અસફળ રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે