80 રૂપિયા સુધી જઈ શકે છે આ એનર્જી શેર, 3 દિવસથી રોકાણકારો ખરીદવા માટે કરી રહ્યા છે પડાપડી
Suzlon share price today: આ શેરના ભાવ આજે 5 ટકા ચડી ગયા. કંપનીના શેરોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત તેજી જોવા મળી રહી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
Suzlon share price Target in 2025: સુઝલોન એનર્જી લિમિટેડના શેર શુક્રવારે ટ્રેડિંગમાં 5 ટકા ચડી ગયા. કંપનીના શેરોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન કંપનીના શેર 15 ટકા સુધી ચડી ગયા. આજે શુક્રવારે તો આ શેર 58017 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા. શેરોની આ તેજી પાછળ ડિસેમ્બર ત્રિમાસિકના શાનદાર પરિણામ જવાબદાર છે.
વાત જાણે એમ છે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીનો નફો 90.6 ટકા ચડીને 386.9 કરોડ રૂપિયા થઈ ગયા. જ્યારે Q3FY24 માં તે 203 કરોડ રૂપિયા હતો. અત્રે જણાવાનું કે સુઝલોનના શેર ગત દિવસોમાં સતત ઘટાડામાં જોવા મળી રહ્યા હતા. કંપનીના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 10 ટકા સુધી તૂટી ચૂક્યા છે.
રેવન્યુ પણ વધી
કંપનીની રેવન્યુ 91.2 ટકા વાર્ષિક વધીને 2968.8 કરોડ રૂપિયા થઈ ગઈ. જ્યારે Q3FY24માં તે 1552.9 કરોડ રૂપિયા હતી. પરિચાલન રીતે કંપનીની એબિટા વર્ષ દર વર્ષ 105.6 ટકા વધીને બમણાથી વધુ થઈ 493.5 કરોડ રૂપિયા થઈ ગઈ જે ગત વર્ષના સમાન સમયગાળામાં 240.1 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત Q3FY25માં એબિટા માર્જિન 110 બીપીએસ વર્ષ દર વર્ષ વધીને 16.6 ટકા થઈ ગયો. જ્યારે Q3FY24 માં તે 15.5 ટકા હતો.
કંપનીનો વ્યવસાય શું છે?
કંપનીના બિઝનેસ વિશે વાત કરીએ તો, સુઝલોન ગ્રુપ રિન્યુએબલ એનર્જી પ્રોવાઈડર કંપનીઓમાંની એક છે. તે લગભગ 17 દેશોમાં પ્લાન્ટ ધરાવે છે. ભારતમાં, કંપની 13.9 GW વિન્ડ એનર્જી એસેટ પર કામ કરે છે. આ સિવાય કંપની વિન્ડ ટર્બાઇન પણ બનાવે છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે, તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે