Video: એક નવા નિશાળીયાએ G.O.A.T ને કરી દીધો ક્લીન બોલ્ડ, બેટિંગ કરવાનું ભૂલી ગયો વિરાટ કોહલી?

Watch Video: એક નવા નિશાળીયા ફાસ્ટ બોલરે દુનિયાના મહાન ખેલાડીઓમાં જેની ગણતરી થાય છે તે વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કરીને ખળભળાટ મચાવી દીધો. ત્યારે એવું લાગે છે કે આ મહાન બેટર શું બેટિંગ કરવાનું ભૂલી ગયા છે?

Video: એક નવા નિશાળીયાએ G.O.A.T ને કરી દીધો ક્લીન બોલ્ડ, બેટિંગ કરવાનું ભૂલી ગયો વિરાટ કોહલી?

દિલ્હીના નઝફગઢના રહીશ એક અજાણ્યા નવા નિશાળીયા ફાસ્ટ બોલરે દુનિયાના મહાન ખેલાડીઓમાં સામેલ વિરાટ કોહલીને બોલ્ડ કરીને સનસની મચાવી દીધી.  G.O.A.Tની ઉપાધિ મેળવેલા વિરાટ કોહલીને જે રીતે આ ખેલાડીએ આઉટ કર્યો તે જોતા એવું ફીલ થાય છે કે શું વિરાટ હવે બેટિંગ કરવાનું ભૂલી ગયો? ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની 12 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી થઈ છે. પરંતુ તેની બેટિંગે ફેન્સને નિરાશ કરી દીધા. 

નવા નિશાળીયાએ ક્લીન બોલ્ડ કર્યો
રેલવેના બોલરોએ આજે અંદર આવતા બોલ દ્વારા વિરાટ  કોહલીની આકરી પરીક્ષા લીધી. વિરાટ કોહલીએ કવર્સ પર સિંગલ લઈને ઈનિંગની શરૂઆત કરી હતી. જેનાથી દિલ્હીના દર્શકોમાં જોશ ભરાઈ ગયો હતો. જ્યારે હિમાંશુ સાંગવાનના એક બોલને વિરાટ કોહલીએ ક્રીઝની  બહાર નીકળીને સીધા મેદાનથી બહાર ચોગ્ગા માટે માર્યો તો દર્શકો ખુશીથી ઉછળી પડ્યા. જો કે હિમાંશુ સાંગવાને બીજા બોલમાં જ બદલો લઈ લીધો. 

શું બેટિંગ કરવાનું ભૂલી ગયો વિરાટ?
જ્યારે વિરાટ કોહલી ફરીથી ક્રીઝની બહાર નીકળ્યો તો હિમાંશુ સાંગવાનનો બોલ ટપ્પો ખાઈને બેટ-પેડના ગેપમાંથી પસાર થઈને ઓફ સ્ટમ્પમાં જઈ લાગ્યો. દિલ્હીના દર્શકોમાં સન્નાટો છવાઈ ગયો. વિરાટ કોહલી દિલ્હી માટે નંબર 4 પર બેટિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ 15 બોલમાં 6 રન કરીને આઉટ થઈ ગયો. રેલવેના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાનના બોલ પર વિરાટ ચકમો ખાઈ ગયો. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલી જે પ્રકારે એક નવા નિશાળીયા બોલર સામે ઘૂંટણિયે પડતો જોવા મળ્યો તેનાથી તેની ટેક્નિક પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. 

Sangwan has rattled the stumps of Virat Kohli! #ViratKohli #RanjiTrophy pic.twitter.com/CuTrgHOOw9

— Sportz Point (@sportz_point) January 31, 2025

કોણ છે હિમાંશુ સાંગવાન?
હિમાંશુ સાંગવાન દિલ્હીના નઝફગઢ વિસ્તારમાં રહે છે અને રેલવે માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. હિમાંશુ સાંગવાન મીડિયમ પેસર છે. તેણે વર્ષ 2019માં વિજય હજારે ટ્રોફી દ્વારા લિસ્ટ એમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. હિમાંશુ સાંગવાને ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાનું ટી20 ડેબ્યુ કર્યું અને તે વર્ષે રણજી ટ્રોફી દ્વારા ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું. હિમાંશુ સાંગવાને પોતાની ક્રિકેટ કરિયરની શરૂાત કરતા પહેલા નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર તરીકે કામ કર્યું. હિમાંશુએ એમઆરએફ  પેસ ફાઉન્ડેશનમાં પણ પોતાનો સમય વિતાવ્યો, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાથ પાસેથી ટ્રેનિંગ લીધી છે. હિમાંશુ સાંગવાનની કરિયરની આ એક મહત્વની પળ સાબિત થઈ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news