Gold on Record High: નવા હાઈ પર પહોંચ્યું સોનું, ભાવ જાણીને ધ્રુજારી છૂટી જશે, અમદાવાદમાં શું છે સોનાનો ભાવ? જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: આજે સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રોકાણની દ્રષ્ટિએ સોનું માલામાલ કરી રહ્યું છે પરંતુ ખરીદવું હોય તો હાલ હાજા ગગડી જાય તેવા ભાવ જોવા મળી રહ્યા છે. જાણો લેટેસ્ટ રેટ.
Trending Photos
આજે 31 જાન્યુઆરી 2025ના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. બજેટના એક દિવસ પહેલા જ સોનું છાપરે ચડ્યું છે. એવી આશા છે કે સરકાર કાલે 1 ફેબ્રુઆરીના રોજ બજેટમાં સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી શકે છે જે સરકારે ગત વખતે બજેટમાં ઘટાડી હતી. જો આમ થયું તો સોનાના ભાવને તો પાંખો લાગી જશે. બજેટના એક દિવસ પહેલા આજે 24 અને 22 કેરેટ સોનાનો ભાવ વધી જતા સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે તે ખાસ જાણો.
બજેટ પહેલા સોનું કેમ થઈ રહ્યું છે મોંઘુ
બજેટ 2025 પહેલા સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જેનું સૌથી મોટું કારણ રોકાણકારો અને લોકોની ખરીદીની વધતી માંગણી છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકી નીતિઓમાં ફેરફારને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું વધુ ખરીદી રહ્યા છે. તેની વધતી માંગણીના પગલે સોનાના ભાવ સતત ઉપર જઈ રહ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો વ્યાજ દરોમાં કાપ થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા રહે તો સોના અને ચાંદીના ભાવ હજુ વધી શકે છે.
ભારતમાં વધી સોના ચાંદીની ડિમાન્ડ
આ ઉપરાંત ભારતમાં લગ્નગાળો ચાલતો હોવા ઉપરાંત તહેવારો દરમિયાન સોનાની માંગણી વધી જાય છે. આવનારા મહિનાઓમાં આ માંગણી વધવાની શક્યતાના પગલે ભાવ વધુ ઉપર જઈ શકે છે. આ સાથે જ જો બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવે તોતેની સીધી અસર સોનાના ભાવ પર પડશે જેનાથી તે વધુ મોંઘુ થઈ શકે છે. એકસપર્ટનું માનવું છે કે બજેટ બાદ જૂન સુધીમાં સોનું 85,000 રૂપિયાના સ્તર પર જઈ શકે છે.
વાયદા બજારમાં ભાવ
આજે સારે 10 વાગ્યાની આસપાસ સોનું 147 રૂપિયાની તેજી સાથે 81870 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જે પહેલા 82,200 રૂપિયાના સ્તર ઉપર પણ પહોંચ્યું હતું. જો કે કાલે તે 81,723 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન MCX પર ચાંદી 294 રૂપિયાની તેજી સાથે 93,740 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર હતી. જે કાલે 93,446 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 862 રૂપિયા ઉછળીને 82,165 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જે કાલે 81,303 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 993 રૂપિયા ઉછળીને 93,177 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી જે કાલે 92,184 પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/4Nyv9jSDu5
— IBJA (@IBJA1919) January 31, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/fiSPwqBPZw
— IBJA (@IBJA1919) January 31, 2025
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે