Priyanka Chopra:'પેન્ટી દેખાડીશ તો જ....' 19 વર્ષની પ્રિયંકા ચોપડાને ડાયરેક્ટરે કરાવ્યો ખરાબ અનુભવ, આજ સુધી અભિનેત્રી નથી ભુલી તે ઘટના
Priyanka Chopra: જીવનમાં ક્યારેક એવા અનુભવ થતા હોય છે જેને ભુલી શકાતા નથી. આવો જ અનુભવ પ્રિયંકા ચોપડાને 19 વર્ષની ઉંમરે થયો હતો. નાની ઉંમરની પ્રિયંકાને ડાયરેક્ટરે કપડાને લઈને એવી વાત કરી હતી કે તેને આઘાત લાગી ગયો હતો.
Trending Photos
Priyanka Chopra: ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડાને આજે કોઈપણ પ્રકારની ઓળખની જરૂર નથી. પરંતુ જ્યારે તેને કારકિર્દીની શરૂઆત હતી ત્યારે તેને પણ કેટલાક કડવા અનુભવ ઇન્ડસ્ટ્રીમાં થયા છે. આ અંગે પહેલા પણ તે વાત કરી ચૂકી છે અને ફરી એક વખત તેણે પોતાને થયેલો ખરાબ અનુભવ જણાવ્યો છે. પ્રિયંકા ચોપડાએ કરિયરની શરૂઆત 2002માં તમિલ ફિલ્મથી કરી હતી. બોલીવુડની તેની પહેલી ફિલ્મ 2003 માં આવેલી ધ હીરો લવ સ્ટોરી ઓફ અ સ્પાય હતી. ત્યાર પછી પ્રિયંકાએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું અને તેમાંથી કેટલીક બ્લોકબસ્ટર સાબિત થઈ. જોકે આ સફળતા સુધી પહોંચતા પ્રિયંકા ચોપડાને પણ કેટલાક કડવા અનુભવ થયા હતા.
તાજેતરમાં પ્રિયંકા ચોપડાએ ફરી એક વખત પોતાના કરિયરની શરૂઆતમાં બનેલી એક ઘટના વિશે જણાવ્યું હતું. આ ઘટના વિશે સાંભળીને તો તેના ચાહકો પણ હક્કા બક્કા રહી ગયા. પ્રિયંકા ચોપડાએ ફોર્બ્સ પાવર વુમન સમિટમાં જણાવ્યું હતું કે જ્યારે તે 19 વર્ષની હતી તો એક ફિલ્મ કરતી વખતે તેને અપમાનજનક અને અમાનવીય ઘટનાનો સામનો કરવો પડ્યો હતો.. આ ઘટના પછી તેને દુઃખ થયું પણ તેણે તે ઘટનામાંથી બહાર આવી પોતાની જાતને મજબૂત બનાવી
પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમણે ડાયરેક્ટરને પોતાના સ્ટાઇલિસ્ટ સાથે કપડા વિશે વાત કરવા કહ્યું. ડાયરેક્ટરએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે, લોકો થિયેટરમાં આને જોવા ત્યારે આવશે જ્યારે તે પોતાની પેન્ટી દેખાડશે... ડાયરેક્ટ સ્ટાઇલિશ ને કહ્યું કે કપડા એટલા નાના હોવા જોઈએ કે પેન્ટી દેખાય. આ વાત ડાયરેક્ટરે વારંવાર કહી અને તેને સાંભળીને પ્રિયંકાને ખૂબ જ ખરાબ લાગ્યું.
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે તે રાત્રે ઘરે ગઈ અને તેની માતાને કહ્યું કે, જો આ વ્યક્તિ તેને આવી નજરથી જોતો હોય તો તેની સાથે કામ નથી કરવું. ત્યાર પછી તેને ફિલ્મ છોડી દીધી અને આજ સુધી તે ડાયરેક્ટર સાથે કામ નથી કર્યું. પ્રિયંકા ચોપડાએ કહ્યું કે તેણે જે નિર્ણય ત્યારે લીધો હતો તેના પર ગર્વ અનુભવ કરે છે. પ્રિયંકા ચોપડાએ એવું પણ કહ્યું કે તે કરિયરમાં આગળ વધવા માટે ક્યારેય ખોટો રસ્તો પસંદ કર્યો નથી તેણે પોતાની મહેનતથી ઓળખ બનાવી છે.
આ પહેલી વખત નથી જ્યારે પ્રિયંકાએ બોલિવૂડમાં થયેલા ખરાબ અનુભવો વિશે વાત કરી હોય. પ્રિયંકાએ આ પહેલા એવું પણ જણાવ્યું હતું કે જ્યારે તેના નાકની સર્જરી ખરાબ થઈ ગઈ હતી તો તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. કારણ કે સર્જરી પછી તેના ચહેરામાં જે બદલાવ આવ્યો હતો તેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી.. તે સમયે તેના પિતા અશોક ચોપડા અને નિર્દેશક અનિલ શર્માએ તેને હિંમત આપી અને પછી તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે