અગમચેતી એ જ સલામતી! ફેબ્રુઆરીમાં આટલું કરજો ગુજરાતના ખેડૂતો, નહિ તો રડવાનો વારો આવશે

Gujarat Farmers : રાજ્યમાં એકવાર ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સામે ગુજરાતના ખેડૂતોને અગમચેતી રાખવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ કર્યો છે 

અગમચેતી એ જ સલામતી! ફેબ્રુઆરીમાં આટલું કરજો ગુજરાતના ખેડૂતો, નહિ તો રડવાનો વારો આવશે

Gujarat Farmers : રાજ્યમાં એકવાર ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સામે ગુજરાતના ખેડૂતોને અગમચેતી રાખવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ કર્યો છે 

Agriculture News : હવામાન વિભાગે કરેલી આગાહીને અનુલક્ષીને આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે:

  • કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.
  • પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
  • જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
  • ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.
  • APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
  • APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી. 

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે, 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રાખવાની જરૂર છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. અંબાલાલે કહ્યું કે, બદલાયેલા વાતાવરણને કારણે ઘઉંના પાકને બહુ અસર નહીં થાય. પરંતું જીરાના પાકને અસર થઈ શકે છે. ઘઉંના પાકને 5 ફેબ્રુઆરીની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે એટલે સાવચેત રહેવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news