તમારા સિવાય બીજુ કોઈ કરે છે Facebookનો ઉપયોગ? આ રીતે પડશે ખબર, કરો એક ઝાટકે લોગઆઉટ

ક્યાંક તમારા સિવાય તો બીજું કોઈ નથી કરી રહ્યું ને તમારા Facebook એકાઉન્ટનો ઉપયોગ? તમે તેને સરળતાથી મિનિટોમાં સરળતાથી શોધી શકો છો અને તેને લૉગ આઉટ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

તમારા સિવાય બીજુ કોઈ કરે છે Facebookનો ઉપયોગ? આ રીતે પડશે ખબર, કરો એક ઝાટકે લોગઆઉટ

Tech Tips: વિશ્વભરના લોકો સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. મોટાભાગના લોકોનું ફેસબુક પર એકાઉન્ટ છે પરંતુ ઘણા લોકો ફેસબુકની પ્રાઈવેસી ફીચર્સ વિશે જાણકારી નથી. 

ઘણી વખત એવું બને છે કે તમે તમારા ફેસબુક આઈડીથી લોગ ઇન કરો છો પરંતુ લોગ આઉટ કરવાનું ભૂલી જાઓ છો. એવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું Facebook એકાઉન્ટ ક્યાંથી લૉગ ઇન કર્યું છે તે માત્ર જાણી શકતા નથી પરંતુ તેમાંથી લૉગ આઉટ પણ કરી શકો છો. ફેસબુક પર ઘણા પ્રકારના સુરક્ષા ફીચર્સ ઉપલબ્ધ છે. જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે તમારું એકાઉન્ટ ક્યાં લોગ ઈન છે. સાથે ડિવાઈસનો પ્રકાર (ફોન અથવા લેપટોપ), બ્રાઉઝર અને લાસ્ટ એક્સેસ ટાઇમ પણ જાણી શકાય છે.

તમારું Facebook એકાઉન્ટ ક્યાંથી લોગ ઇન થયેલ છે તે કેવી રીતે શોધી શકાય?

  • ડેસ્કટોપ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  • પછી ઉપરના જમણા ખૂણે એકાઉન્ટ સેક્શનમાં જાઓ
  • આ પછી Settings & Privacy પર જાઓ.
  • તેના પછી સેટિંગ્સમાં જાઓ.
  • અહીં તમે એકાઉન્ટ્સ સેન્ટરમાં Password and Securityનો વિકલ્પ જોશો.
  • Password and Securityમાં ગયા પછી તમને સિક્યુરિટી ચેક્સનો વિકલ્પ દેખાશે.
  • આ પછી તમારે Where You're Logged in પર ક્લિક કરવાનું રહેશે.
  • જેવું તમે અહીં ક્લિક કરશો કે તરત જ તમને તમારું Facebook એકાઉન્ટ ક્યાંથી લોગ ઇન છે તેની માહિતી મળી જશે.

Facebook એકાઉન્ટ અનધિકૃત ડિવાઈસમાંથી કેવી રીતે લોગ આઉટ કરવું?

  • જેવું તમે Where You’re Logged in પર ક્લિક કરશો તો Select Devices to log out નો ઓપ્શન દેખાશે. તમારું એકાઉન્ટ જ્યાં પણ લોગ ઈન હશે ત્યાં તમને માહિતી મળશે. તમે સરળતાથી અનધિકૃત ડિવાઈસને પસંદ કરીને સરળતાથી Facebook માંથી લોગ આઉટ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news